કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા સાતેક મહિનાથી દિલ્હી ર્બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે. આગામી 26મી જૂને પણ ખેડૂતોએ કાળા ઝંડા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવા નક્કી કર્યુ છે. આ તરફ,કૃષિ આંદોલનના સમર્થનમાં આજે ગુજરાતના વિવિધ શહેરોમાં ય ખેડૂત સંગઠનોએ દેખાવો કર્યા હતાં. આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર કૃષિ આંદોલન ધમધમે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.
ગુજરાતના ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં છે.કેટલાંય ખેડૂતો દિલ્હી બોર્ડર પર જઇને આંદોલનમાં ભાગ લઇ ચૂક્યાં છે. ગુજરાતના ખેડૂતોએ પણ કૃષિ આંદોલનને સમર્થન જારી એક લાખ સહી લેવા લક્ષ્યાંક રાખ્યો હતો.
આજે ઉપલેટા,ભાવનગર, સાબરકાંઠા,અરવલ્લી અને વડોદરા સહિતના શહેરો,જિલ્લા મથકોએ ખેડૂતો કલેકટરને આવેદન પત્ર પાઠવી માંગ કરી હતીકે, કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને રદ કરે,પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરે અને અસંગઠિત કામદારોને મહિને રૂા.7500 વેતન આપે.
https://www.youtube.com/watch?v=rkI_v2UpSno
એવુ જાણવા મળ્યુ છેકે, દિલ્હી બોર્ડર પર ફરી ખેડૂત આગેવાનોએ 26મી જૂને રાજભવન સામે દેખાવો કરવા એલાન કર્યુ છે ત્યારે ગુજરાતમાં ય ખેડૂતો અદરખાને બેઠકો યોજી વિરોધ પ્રદર્શન કરવા રણનીતિ ઘડી રહ્યાં છે.આમ,ગુજરાતમાં ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં સરકાર સામે લડત લડવા વાઘા સજાવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.