ગુજરાતમાં કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે અને હવે સીધી ટક્કર BJP અને AAP વચ્ચે; ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી, ગુજરાતના નેતા ઇશુદાન ગઢવીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ હવે ખતમ થઇ ચૂકી છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ભાજપ અને AAP વચ્ચે જ ટક્કર હશે. આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ વખતે અહીં એક નવી પાર્ટી આવી છે, આમ આદમી પાર્ટી. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત AAP પણ આ વખતે મેદાનમાં છે. શું આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિકલ્પ તરીકે જોઈ શકાય છે? આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતની આશા છે, ગુજરાતનો વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, ખેડૂતોને લાગે છે કે જો આમ આદમી પાર્ટી આવશે તો તે આપણું કંઈક સારું કરશે અને બેરોજગાર, આઉટસોર્સિંગ કર્મચારીઓને આશા જાગી છે. ગરીબોમાં આશા ઊભી થઇ છે. NDTVને આપેલા ઇન્ટરવ્યૂમાં ગઢવીએ આ વાત કહી હતી.

તેમણે કહ્યું હતું કે, ભાજપના લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે. હવે વડાપ્રધાનના ભાષણોમાં તેવો આત્મવિશ્વાસ દેખાતો નથી જે અગાઉ જોવા મળતો હતો. તેમણે વિશ્વાસ ગુમાવી દીધો છે, તેઓ ગુજરાતની જનતાને શું મોંઢુ બતાવે? વડાપ્રધાન એટલા માટે આવે છે કે તમામ ચૂંટણીપ્રચાર સરકારના ખર્ચે થઇ જાય અને ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી તેઓ રેલીઓ, સભાઓ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, લોકો હવે ભાજપથી કંટાળી ગયા છે. એન્ટી ઇન્કમ્બન્સી ઘણી છે અને મોંઘવારી વધી રહી છે. ભાજપે જે કહ્યું હતું તેનાથી ઊલટું કર્યું. કાળું નાણું પાછું લાવવા કહ્યું હતું, આઠ વર્ષમાં કાળું નાણું વધ્યું છે.

આ ઉપરાંત તેમણેગ કહ્યું કે, ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટી બીજો વિકલ્પ છે. કોંગ્રેસ તો અહીં હવે ખતમ થઇ ગઇ છે. હવે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ છે. તેમણે કહ્યું કે, 2017માં કોંગ્રેસ ખૂબ જ મજબૂત હતી. તે બે વખત સત્તામાં આવી શકી નથી અને તેને 2017માં અને તે પહેલા 2007માં પણ તક મળી હતી. પરંતુ કોંગ્રેસના નેતાઓએ ભાજપને સત્તા આપી દીધી હતી. જેના કારણે લોકોને કોંગ્રેસમાં વિશ્વાસ રહ્યો નથી અને તેમણે કહ્યું કે, 2015માં 31 જિલ્લા પંચાયતો હતી, જેમાંથી 25 કોંગ્રેસ પાસે હતી અને બે સીટ પર ટાઇ થઇ હતી. મતલબ કે કોંગ્રેસ પાસે 27 સીટ હતી. 2021ની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસની એક પણ બેઠક નથી. જિલ્લા ઉપરાંત તાલુકામાં પણ કોંગ્રેસની હાજરી નથી. ગામડાની પાર્ટી કોંગ્રેસ છે અને શહેરની પાર્ટી ભાજપ છે તેવું કહેવાતું હતું, પરંતુ હવે ગામડામાં પણ કોંગ્રેસ નથી, કોંગ્રેસના અડધા ધારાસભ્યો ભાજપમાં ચાલ્યા ગયા છે. તેમણે કહ્યું કે, ભાજપે 27 વર્ષમાં ગુજરાતને લૂંટવામાં કોઈ કસર છોડી નથી. ગુજરાત પર 3.5 લાખ કરોડનું દેવું છે. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આ લોન ચૂકવવામાં ચાર વર્ષ લાગશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.