ગુજરાતમાં આ રહેશે આચારસંહિતાના કડક નિયમો, પાલન નહીં થતા પંચ કરશે કાર્યવાહી

ગુજરાતની ચૂંટણી ગઈકાલે જાહેર થઈ ચૂકી છે. વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગઈકાલે જ તેના  નિયમોને લઈને પણ સૂચન કર્યા હતા. આદર્શ આચાર સંહિતારાજકીય પક્ષોને નીતિવિષયક નિર્ણયો જાહેર કરતા અટકાવે છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત થતાંની સાથે જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવે છે. ત્યારે ગઈકાલથી જ શહોરોમાં જિલ્લામાં તેનું પાલન શરુ થઈ ગયું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. અગાઉ ચૂંટણી કમિશને 14 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. જે 12 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં યોજાશે અને બંને રાજ્યોમાં 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે બન્ને જગ્યાએ આચારસંહીતના નિયમો લાગુ પડશે.

આ છે આચારસંહિતાના નિયમો 

ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા બાદ ઘણા નિયમો પણ અમલમાં આવે છે. કોઈ રાજકીય પક્ષ કે રાજકારણી તેમની અવગણના કરી શકે નહીં.

આ સમય દરમિયાન જનતાના પૈસાનો ઉપયોગ કોઈ ચોક્કસ રાજકીય પક્ષ કે નેતાને લાભ થાય તેવા કોઈ કામ માટે કરવામાં આવી શકે નહીં.

ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહન, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત, લોકાર્પણ અને શિલાન્યાસ થશે નહીં.

કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, રાજકારણી કે સમર્થકોએ રેલી કરતા પહેલા પોલીસની પરવાનગી લેવી પડશે.

કોઈપણ ચૂંટણી રેલીમાં ધર્મ કે જાતિના નામે વોટ માંગવામાં આવશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.