ગુજરાતમાં આ જિલ્લામાં વાયરલ ફીવરની બીમારીએ માથું ઉચક્યું, હોસ્પિટલોમાં…….

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વાયરલ ફિવરની બીમારીએ માથું ઊંચક્યું, જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં વાયરલ ફીવરના દર્દીઓ સામે આવતા સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓ ઊભરાયા, સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં ૧૦૦ થી ૨૦૦ નોંધાવી હતી જે હવે ૬૦૦ એ પહોંચી ગઈ છે.

ત્યારે ખાનગી હોસ્પિટલમાં ભર્તી દિવસે ૧ હજાર થી વધુની OPD નોંધાય છે, જેને લઇને સિવિલ હોસ્પીટલમાં કેસ કઢાવનાર દર્દીઓની કતાર જોવા મળી રહી છે, શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેમાં મચ્છર જેવા અનેક જંતુઓ ઉત્પન્ન થતા બીમારી ની તબાહી સર્જી શકે તેવી શક્યતાઓ વધી રહી છે. જોકે સ્થાનિક તંત્ર દ્વારા દવાનો છંટકાવ કે કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા તેના કારણે લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો.

અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં ઝાડા-ઊલટીના ૧૨૧ કેસ નોંધાયા હતા જ્યારે બીજી તરફ ટાઇફોઇડના ૬૮ કેસ નોંધાયા, ઉલ્લેખનીય એ છે કે અમદાવાદમાં પણ મચ્છર અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે આરોગ્ય ખાતાની ઢીલી નીતિને કારણે લોકો મા બીમારીનો માહોલ બની રહ્યો છે, સરકારી હોસ્પિટલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓની ખૂબ જ લાંબી કતારો જોવા મળી રહી છે, પાણી અને મચ્છરજન્ય રોગ ની સાથે વાયરલ કેસનો પણ વધારો થઈ રહ્યો છે.

અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો ખુબજ વધ્યો છે. ત્યારે બીજી તરફ આરોગ્ય ખાતાની ઢીલી નીતીને કારણે લોકોમાં બીમારી નો માહોલ વધતો દેખાઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલો માં તેમજ અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. પાણી અને મચ્છરજન્ય રોગની સાથે વાયરલનાં કેસો પણ વધી રહ્યા છે.

અહીંયા ઉલ્લેખનીય એ છે કે વડોદરા શહેરમાં પણ પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે, તા.૨ થી તા.૭ સુધી ની કામગીરી દરમિયાન ઝાડા – તાવ અને ઊલટીના ૧૫૬૮ કેસ મળી આવ્યા હોવાથી શંકાસ્પદ કમળાના ૩ કેસ જોવા મળ્યા છે.

કોર્પોરેશને કરેલા ૬ દિવસમાં ૯૬૭૨૫ ઘરની ૩૬૮,૫૫૧ને વસ્તીની મુલાકાત લઇ આ સર્વે કર્યો છે. જેમાં ઝાડાના ૪૧૭, તાવના ૧૧૦૧ અને ઝાડા-ઊલટીના ૫૦ કેસ મળ્યા છે. આ દિવસો દરમિયાન ઘરના પાણીમાં ક્લોરિન છે કે નહીં તેના ૧૦૪૯૪ ટેસ્ટ કર્યા, જેમાંથી ૩૭૧ ટેસ્ટ નેગેટિવ મળ્યા, અર્થાત તેમાં ક્લોરિનનું પ્રમાણ ન હતું.

કોર્પોરેશનના આરોગ્ય ખાતાએ ૪૩૧૫૩૬ ઇન્ટ્રાડોમેસ્ટિક કન્ટેનર તપાસ્યા હતા. જેમાં ૨૫૪૨ સ્થળે મચ્છર ના પુરા જોવા મળ્યા હતા. બીજી તરફ કન્ટેનરમાં સોર્સ રિડક્શન ની કામગીરી કરી હતી, જેમાં વાહકજન્ય રોગ ની કામગીરીમાં ફીવર અંગેનો સર્વે કરતા ૨૫૨૧ કેસ જોવા મળ્યા હતા. જેમાં તમામના લોહીના રિપોર્ટ લેવામાં આવ્યા જ્યારે શંકાસ્પદ અથવા પોઝિટિવ ડેંગ્યુનો એક પણ કેસ મળ્યો નથી. કોર્પોરેશનને રહેણાક અને કોમર્શિયલ વિસ્તારોમાં પણ ફોગિંગની કામગીરી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.