હષૅવધઁન કોરોનામાં, તો રવિશંકર ટ્વિટરનાં વિવાદનો ભોગ બનશે તે ખબર પણ ન હતી…

મોદી સરકાર કેબિનેટના વિસ્તરણ પૂર્વે જ અનેક મોટા મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા. જેમાં સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બાબુલ સુપ્રીયો, રાવ સાહેબ દાનવે પાટિલ, સદાનંદ ગૌડાએ પણ રાજીનામુ આપી દીધુ હતું.

અન્ય જે નેતાઓએ મંત્રી પદેથી રાજીનામા આપ્યા હતા તેમાં રમેશ પોખરિયાલ નિશંક, દેબોશ્રી ચૌધરી, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, રતન લાલ કટારિયા અને પ્રતાપ સારંગીનો પણ સમાવેશ થાય છે. મંત્રીમંડળના વિસ્તર પૂર્વે સૌથી પહેલા થાવર ચંદ ગેહલોતને મંત્રી પદેથી હટાવ્યા હતા અને તેમને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા હતા.

જે મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા તેમાં હર્ષવર્ધન પાસે સ્વાસ્થ્ય, બાબુલ સુપ્રિયો પાસે રાજ્યકક્ષાનું પર્યાવરણ, રાવ સાહેબ દાનવે પાટિલ પાસે ગ્રાહક, ખાધ્ય અને જાહેર વિસ્તરણ મંત્રાલય હતું, તેઓ રાજ્ય કક્ષાના મંત્રી હતા. તેવી જ રીતે દેબોશ્રી ચૌધરી રાજ્ય કક્ષાના મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી.

https://www.youtube.com/watch?v=z-tR1tEtOFM&t=16s

તેવી જ રીતે રમેશ પોખરિયાલ નિશંક માનવ સંસાધન વિકાસ મંત્રી, સદાનંદ ગૌડા રાસાયણીક મંત્રી, સંતોષ ગંગવાર શ્રમ તેમજ રોજગાર મંત્રી (સ્વતંત્ર પ્રભાર) હતા. સંજય ધોત્રે શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી, રતન લાલ કટારિયા શક્તિ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી, પ્રતાપ સારંગી નાના અને લઘુ તેમજ મધ્યમની સાથે પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી હતા. જે પણ મંત્રીઓએ રાજીનામા આપ્યા તેમાં સૌથી સીનિયરોમાં રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, હર્ષવર્ધન અને રમેશ પોખરિયાલ નિશંકનો સમાવેશ થાય છે. આ મંત્રીઓના રાજીનામાને સાંજે રાષ્ટ્રપતિ દ્વારા સ્વિકારી લેવામાં આવ્યા હતા.

રવિશંકર પ્રસાદનું રાજીનામુ એવા સમયે સામે આવ્યું છે જ્યારે ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે જેમાં રવિશંકર પ્રસાદનું નામ પણ સંકળાયેલું છે. જાવડેકરે હાલમાં જ સોશિયલ મીડિયા પર લાગુ નવા આઇટી નિયમોની જાહેરાત કરી હતી. હર્ષવર્ધન સ્વાસ્થ્ય મંત્રી હતા અને કોરોના મહામારી દરમિયાન વિપક્ષે અનેક આરોપો તેમના પર લગાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.