આયરલેન્ડ વિરૂદ્ધ બીજી અને નિર્ણાયક ટી-20 મેચમાં દીપક હુડ્ડાએ શાનદાર શતક માર્યું હતું. મંગળવારે રાત્રે મેચમાં તે ટી-20 ઈન્ટરનેશનલમાં સેન્ચુરી બનાવનાર ચોથા ભારતીય બેટર બની ગયા છે અને લેફ્ટ હેન્ડેડ આ બેટ્સમેને 57 બોલમાં 104 રમ કર્યા જેમાંથી 9 ચોગ્ગા અને 6 છગ્ગા છે.
હુડ્ડાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી 55 બોલમાં પૂરી કરી હતી. સદી બાદ તે ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો હતો. નોન-સ્ટ્રાઈક એન્ડ પર ઊભેલા સૂર્યકુમાર યાદવને ગળે લગાવ્યો. આ દરમિયાન તેની આંખોમાં આંશુ દેખાયા હતા.અને આકાશ તરફ જોઈ જાણે ઈશ્વરનો આભાર માની રહ્યો હોય. દરેક જગ્યા માટે જ્યાં ઘણા દાવેદારો છે. દીપક હુડ્ડાની આ ઇનિંગ તેને વર્લ્ડ T20 માટે મજબૂત દાવેદાર બનાવી રહી છે.
ભારતની શરૂઆત સારી રહી ન હતી અને ઈશાન કિશન ત્રણ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો અને ત્રીજી ઓવરમાં તેણે માર્ક એડેરના બોલ પર વિકેટ પાછળ લોરકાન ટકરને કેચ આપીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
આ પછી હુડ્ડા અને સેમસને 85 બોલમાં 176 રનની ભાગીદારી કરીને ભારતના વિશાળ સ્કોરનો પાયો નાખ્યો હતો. આયર્લેન્ડના બિનઅનુભવી બોલરો પર દબાણ બનાવીને બંનેએ શાનદાર શોર્ટ્સ રમ્યા હતા અને રૂતુરાજ ગાયકવાડને ઈજા પહોંચવાના કારણે તક મેળવનાર સંજૂ સેમસન 42 બોલમાં 9 ચોગ્ગા અને ચાર છગ્ગાની સાથે 77 રન બનાવવામાં સફળ રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.