સીટી એ ડીવીજન પોલીસે ધુવાવનાકા બહાર ગઢની રાંગ પાછળ દરોડો પાડી દસ હજારની રોકડ સાથે તમામને પકડી પાડ્યા
News Detail
જામગનરમાં ધુવાવનાકા બહાર ગઢની રાંગ પાછળ જાહેરમાં ઘોડી પાસા ફેકી જુગાર રમતા પાંચ સખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે તામામ સખ્સોના કબજામાંથી રૂપિયા ૧૦ હજાર ઉપરાંતની રકમ કબજે જુગાર ધારાઓ મુજબ ફરિયાદ નોંધી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં ધુવાવનાકા બહાર ગઢની રાંગ પાછળ જાહેરમાં જુગાર રમતા હોવાની સીટી એ ડીવીજન પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન પોલીસે જાહેરમાં ઘોડીપાસા ફેકી જુગાર રમી રહેલ મોઇન ઇકબાલભાઇ બકાલી જાતે મેમણ ઉ.વ ૨૨ ધંધો મજુરી રહે. ધંધો મજુરી રહે. ધાંચીની ખડકી વહેવારીયા મસ્જીદ પાસે જામનગર, મકસુદભાઇ ઇબ્રાહીમભાઇ ખફી જાતે સુમરા ઉ.વ ૩૬ ધંધો મજુરી રહે. ટીટોડીવાડી શેખભાઇ વાળી ગલીમા ખોજાના નાકે જામનગર, એજાઝભાઇ અબ્દુલભાઇ મીઠવાણી જાતે ગરાણા ઉ.વ ૨૫ ધંધો રી.ડ્રા રહે. મોટાપીરનો ચોક રંગુનવાલા હોસ્પિટલ સાટીવાડ જામનગર, ફેઝલભાઇ હસનભાઇ લાઇજી જાતે આરબ ઉ.વ ૨૨ ધંધો મજુરી રહે. મોટાપીરનો ચોક ટીટાફળી જામનગર, રીયાઝભાઇ હાસમભાઇ ચૌહાણ જાતે સંધી ઉ.વ ૩૮ ધંધો ડ્રાઇવીંગ રહે. કાલાવડ નાકા બહાર મકવાણા સોસાયટી આરબજમાતખાના પાછળ જામનગર વાળા સખ્સોને આબાદ પકડી પાડ્યા હતા. તમામ આરોપીઓએ જાહેરમા ઘોડીપાસાના પાસા વડે પૈસાની હારજીત કરી જુગાર રમતા હતા. પોલીસે તમામના કબ્જા માંથી રૂપિયા ૧૦,૨૫૦ની રોકડ કબજે કરી અટકાયત કરી જુગારધારાઓ મુજબ કાર્યવાહી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.