જૂનાગઢના ભવનાથમાં કેબિન આડે લાકડા રાખ્યા હોવાના મન દુઃખના કારણે સાધુને માર મારી હાથ પગ કાપી તળાવમાં નાખી દેવા ધમકી આપ્યાની ફરિયાદ તથા પોલીસે વધુ કાર્યવાહી હાથ કરી છે ભવનાથમાં આવેલા જીવદત આશ્રમમાં રહેતા અને સેવા પૂજા કરતા દિગંબર શિવગીરી ગુરુ જયદેવગીરી ઉંમર વર્ષ 54 શિવરાત્રી મેળામાં જ્યાં ધૂણો લગાવે છે ત્યાં લાખા રબારીએ કેબિન રાખવા લાકડા આડે રાખ્યા હતા જેના કારણે માથાકૂટ થઈ હતી ગત તારીખ એકના દિગંબર શિવગીરી ભવનાથ મંદિરે દર્શન કરવા ગયા ત્યારે મહેશ રબારી એ ત્યાં આવી લાખા રબારી સામે ફરિયાદ કરવા વાળો તું જ છે ને તેમ કહી ગાળો આપે ઢીકાપાતુનો માર મારી પછાડી દઈ હાથ પગ કાપી તળાવમાં ફેંકી દેવાની ધમકી આપી હતી આ અંગે સાધુએ અરજી આપી હતી જેના આધારે ભવનાથ પોલીસે ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા મહેશ રબારી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આમ જુનાગઢના ભવનાથમાં એક સાધુને કેબિન રાખવા મુદ્દે અગાઉના મન દુઃખ બાબતે માર મારતા ગાંધીગ્રામના સામે ફરિયાદ નોંધાય છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.