સુરતના કપોદ્રામાં ધો.10ના વિદ્યાર્થીએ ઓનલાઈન રેમ્બો છરાનો ઓર્ડર કર્યો, કારણ જાણી ચોંકી જશો.

સુરતમાં ફરી એકવખત જાણે છરા કલ્ચર સક્રિય થયું હોય એવું ચિત્ર સામે આવ્યું છે.અને ધો.10 ના એક વિદ્યાર્થીએ ઓનલાઈન ઓર્ડર કરીને છરો મંગાવ્યો હતો. આ તત્ત્વો સામે પોલીસે આંખ લાલ કરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એમેઝોન પરથી એક વિદ્યાર્થીએ ઓનલાઈન રેમ્બો છરો મંગાવ્યો હતો. આ કિશોરની પોલીસે ધરપકડ કરી છે. મિત્રો સામે રૂવાબ જમાવવા માટે યુવાને આવું કર્યું હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા લિંબાયત પોલીસે પણ ઓનલાઈન છરો મંગાવતા એક યુવાનની ધરપકડ કરીને કાયદેસરની પ્રક્રિયા કરી હતી.

સુરતમાં યુવાન પોતાની પાસે રહેલા છરાથી લોકો પર વટ જમાવવા માંગતો હતો. સુરતમાં છપ્પુ, છરી, છરા જેવા હથિયાર સાથે રાખવાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. પણ ગ્રીષ્મા વેકરિયાની હત્યા બાદ આ રીતે હથિયાર લઈને ફરી રહેલા લોકો સામે પોલીસે આંખ લાલ કરી છે. પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી કુલ 251 થી વધારે હથિયાર એકઠા કર્યા છે. ગ્રીષ્મા વેકરીયા જેવી બીજી ઘટના ન બને એ માટે પોલીસ આવા તત્ત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. સુરતમાં આવેલા કાપોદ્રા પોલીસ સ્ટેશનના અધિકારીને એક ચોક્કસ બાતમી મળી હતી કે, એક રત્ન કલાકારનો છોકરો ધો.10ની પરીક્ષા આપવાનો છે. તેણે એમેઝોન પરથી એક છરાનો ઓર્ડર કર્યો હતો. પછી રેમ્બો છરો મંગાવ્યો હતો. આ કિશોર કોઈ ગુનાખોરીની દુનિયામાં એન્ટ્રી કરી એ પહેલા જ પોલીસે એને પકડી પાડ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ કરતા તે પોતાની સાથે ભણતા વિદ્યાર્થીઓને ડરાવવા અને ધમકાવવા માટે છરી મંગાવતો હોવાનું જાણવા મળ્યું છે. પછી તા.22 ફેબ્રુઆરીના રોજ આર્મી નાઈફ 200 ગ્રીન કલરની રેમ્બો છરી મંગાવી હોવાની કબૂલાત કરી હતી.અને પોલીસે આ કિશોર સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ પહેલા લિંબાયત વિસ્તારમાંથી પણ આવો કેસ સામે આવ્યો હતો.

છરો લઈને ફરી રહેલા યુવાનો સામે પોલીસે કાર્યવાહી કરી છે.અને આ ઉપરાંત સમયાંતરે ચોક્કસ પ્રકારે ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને ગ્રીષ્મા કાંડ જેવી કોઈ બીજી ઘટના ન બને. સુરતમાં થોડા સમય પહેલા સાથે હથિયાર લઈને નીકળવાનું કલ્ચર જોવા મળ્યું હતું. એ ભયાનક સ્થિતિ ફરી ઊભી ન થાય એ માટે પોલીસ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. જેમાં સાયબર ક્રાઈમ પોલીસની ઓનલાઈન ચાલતા પોર્ટલ પર ખાસ વૉચ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.