પતિના મોત પછી સાસરિયાઓનો ત્રાસ અને કોર્ટ આપ્યો ચુકાદો હવે ચૂકવવું પડશે વહુને ભરણપોષણ

જયાબેન કોટા સુરત ખાતે રહેતા હતા તેમના લગ્ન આંધપ્રદેશ ખાતે હિતેશ કોટા સાથે હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં બે પુત્રી અને એક પુત્રનો જન્મ થયો હતો. પતિ હિતેશભાઇએ આત્મહત્યા કરી હતી. પતિ હયાત હતા ત્યાર સુધી પત્નીને કોઇ ત્રાસ હતો નહીં, પરંતુ પતિના અવસાન બાદ સસરા, સાસુ અને દિયર સાથે રહેતા હતા. અને ત્યારબાદ હેરાન પરેશાન કરતા હતા. અવાર નવાર ઘરમાંથી કાઢી મુકવા માટે દબાણ કરતા હતા.

પત્નીના ભાગે આવતી મિલકતો પણ સંતાનોને આપવાને બદલે બારોબાર વેચી દીધી હતી. પતિની મિલકતો પચાવી પાડી અને રહેઠાણ વિહોણા કરી પત્ની અને સંતાનોના ભરણપોષણની કોઇ જ સગવડ નહી કરતા અરજદારે પોતાના વકીલ પ્રીતિ જિજ્ઞેશ જોષી તથા નિખિલ રાવલ મારફતે સસરા, સાસુ અને દિયર વિરુધ ઘરેલું હિંસાની અરજી સુરત કોર્ટમાં દાખલ કરી હતી.

અરજદાર તરફે થયેલી રજુઆત અને દલીલોને ધ્યાન રાખીને કોર્ટે પત્ની અરજી મંજૂર કરતો હુકમ કર્યો હતો. ઘરભાડા અને ભરણપોષણ પેટે સસરાએ વહુને દર માસો માસ 2 હજાર અને તથા 5 હજાર ઘરેલું હિંસાના વળતરના ચુકવી આપવાનો હુકમ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.