મહારાષ્ટ્રમાં ગ્રાહકે આ કારણે OLA સ્કૂટરને ગધેડા સાથે બાંધી શહેરમાં ફેરવિ…

એક વ્યક્તિએ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી કરી અને તેના થોડાં દિવસ પછી જ સ્કૂટર બંધ થઇ ગયું. વ્યક્તિએ ઓલા કંપનીમાં જઈને ફરિયાદ નોંધાવી હતી, પણ કોઈ સંતોષકારક પ્રતિક્રિયા ન મળતા ગુસ્સામાં આવીને વ્યક્તિએ એવું કામ કર્યું, જેને જોઇને બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા, તેણે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરને એક ગધેડા સાથે બાંધ્યું અને પછી આખા શહેરમાં ફેરવ્યું.અને તેના અજીબોગરીબ વિરોધે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ મામલો મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો છે. બીડ જિલ્લામાં એક વ્યક્તિએ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરથી હેરાન થઈને અલગ રીતે જ વિરોધ કર્યો હતો. બીડ જિલ્લાના સચિન ગિટ્ટેએ એક ગધેડાની પાછળ સ્કૂટરને બાંધીને પોસ્ટર-બેનરની સાથે શહેરના ચારેય બાજુ પરેડ કરીને લોકોને કંપની પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી હતી.અને એક સ્થાનિક સમાચાર ચેનલ LetsUp મરાઠી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી એક ક્લીપમાં ગધેડો ટુ-વ્હીલર વાહનને ખેંચતો જોવા મળી રહ્યો છે.

આ જ કારણે, તેણે પોતાના ટુ-વ્હીલર વાહનને એક ગધેડા સાથે બાંધીને બેનરની સાથે તેની પરેડ કરી હતી. તેણે પોસ્ટરમાં લખ્યું કે, આ છેતરપિંડી કરતી કંપની ઓલાથી સાવચેત રહેજો. અન્ય એક પોસ્ટરમાં સચિને લખ્યું કે, ઓલા કંપનીના ટુ-વ્હીલર વાહનો ખરીદી કરતા નહીં.અને આ વિરોધની સમગ્ર શહેરમાં ચર્ચા થઇ રહી છે અને ત્યારથી જ આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.

વ્યાપારી સચિને ગ્રાહક ફોરમમાં સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી કે, સ્કૂટરને રિપેર અથવા રિપ્લેસ કરવામાં નથી આવી રહ્યું. તેણે એવી પણ સલાહ આપી કે, સરકાર ઓલાની તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે. કેમ કે, તેણે આરોપ લગાવ્યો હતો કે, કંપની પાસેથી ગ્રાહકો માટે કોઈ પણ નાણાકીય સુરક્ષા નથી.અને સચિન ગિટ્ટેએ સપ્ટેમ્બર 2021માં સ્કૂટર બુક કર્યું હતું અને 24 માર્ચ 2022એ ડીલિવર કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.