મોરબીમાં PM મોદીએ 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કર્યું અને કહ્યું..

હનુમાન જયંત્તિના પ્રસંગે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા હનુમાનજીની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ હતુ અને વડાપ્રધાન કાર્યાલય અનુસાર હનુમાનજી ચાર ધામ પરિયોજના હેઠળ દેશના ચારે દિશામાં બનાવવામાં આવી રહેલી ભગવાનની પ્રતિમામાંથી આ બીજા નંબરની છે અને મોરબીમાં બાપૂ કેશવાનંદજીના આશ્રમમાં સ્થાપિત આ પ્રતિમા દેશના પશ્ચિમ દિશામાં વિરાજમાન થશે.

આ પરિયોજના હેઠળ પ્રથમ પ્રતિમા વર્ષ 2010માં દેશના ઉત્તર દિશામાં હિમાચલ પ્રદેશના શિમલામાં સ્થાપિત કરવામાં આવી હતી. બીજી તરફ દેશના દક્ષિણમાં રામેશ્વરમાં ભગવાન હનુમાનની પ્રતિમાનું કામ ચાલુ છે.મૂર્તિમાં સાત લાખ રામનામ લખેલી ચીઠ્ઠીનો સમાવેશ કરવામાં આવ્યો છે.અને આ મૂર્તિ ત્રણ વર્ષની મહેનત બાદ તૈયાર થઇ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કહ્યુ કે, ખોખરા હનુમાન ધામ મારા માટે ઘર સમાન છે અને આ એક ભારત, શ્રેષ્ઠ ભારતનો એક ભાગ છે. આજે મને સંત્તોને મળવાનો મોકો મળ્યો.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે રામકથાનું આયોજન પણ દેશના અલગ અલગ ભાગમાં કરવામાં આવે છે. ભાષા-બોલી જે પણ હોય પરંતુ રામકથાની ભાવના તમામને જોડે છે, પ્રભુ ભક્તિ સાથે એકાકાર કરે છે. ભારતીય આસ્થાની અને આપણા આધ્યાત્મની, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાની તાકાત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.