મોરબીમાં ગઈકાલથી જ માતમનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે, 141 એ પોતાનો જીવ ગુમાવ્યો છે. 133 મતૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. મોટાભાગના મૃતદેહો પરીવારને સોંપવામાં આવ્યા છે. ત્યારે એક જ પરીવારમાંથી આખા ફેમિલીનું પ્રાણ પંખેરી વિખાયું હોય તેમજ કોઈ એક જ વ્યક્તિ પરીવારમાંથી ત્યાં ફરવા ગયું અને જીવતું બચી ગયું તેવા હૃદય દ્રાવક પરીવારના કિસ્સાઓ સામે આવ્યા છે. મોરબીમાં મચ્છુ ડેમ તૂટતા જે ઘટના આજથી 4 દાયકા પહેલા બની હતી તે પ્રકારની ઘટના ફરી એકવાર આ બ્રિજ તૂટતા સામે આવી છે.
ત્રણ સંતાનો અને તેની માતાનું મોત બ્રિજ પરથી પડી જવાના કારણે થયું
મોરબીમાં ગઈકાલે ત્રણ સંતાનો અને તેની માતાનું મોત બ્રિજ પરથી પડી જવાના કારણે થયું છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર રૂપેશભાઈ ડાભી પોતાના પરિવાર સાથે ઝૂલતા પુલ પર ફરવા ગયા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં હંસાબેન ડાભી, તુષાર 8 વર્ષ, શ્યામ 5 વર્ષ અને માયા 2 વર્ષના મોત નિપજ્યા છે. રૂપેશભાઈ તરીને બહાર નીકળી જતા તેઓ બચી ગયા હતા. આજે દલવાડી સર્કલ નજીક આવેલ કપુરીવાડી વિસ્તારમાં તેમની અર્થી ઉઠી હતી. આ વાત હચમચાવી દે તેવી છે. એક જ પરીવારના સભ્યો આ રીતે મૃત્યુ પામ્યા છે.
સાંસદ મોહન કુંડારિયા પરીવારના 12 સભ્યોના મોત
સાંસદ મોહન કુંડારિયાની બહેનના પરિવારના 12 સભ્યોના મોત થયાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સગા બહેનના જેઠાણી પરિવારમાં ચાર પુત્રી, ચાર જમાઈ અને બાળકોના મોત થયાની વિગતો સામે આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.