તાજેતરનો સમય એવો છે કે ભાઈ ભાઈનો નથી રહ્યો, સગાઓ તો ઠીક પણ લોહીનો સબંધ પણ તેમની આડે આવતો નથી, આજના લોકોમાં સ્નેહની સરવાણી સુકાઈ ગઈ હોય એમ લાગે છે અને પોતાના સ્વાર્થ ખાતર તેઓ કોઈ પણ સબંધ જોતા નથી ગુસ્સામાં આવીને ન કરવાનું કરી બેસે છે.
ગુજરાતના નર્મદા જિલ્લામાં નાના ભાઈએ મોટા ભાઈની ઘાતકી હત્યા કરી નાખી. ખેતરમાંથી ટામેટાં તોડવા બાબતે વિવાદ થયો હતો. આ પછી નાના ભાઈએ મોટા ભાઈ પર છરી વડે હુમલો કરી હત્યા કરી નાખી અને પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આરોપી ભાઈની ધરપકડ કરવામાં આવી છે.
ઘટના ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની છે. અહીંની અંદર ધવલીવાર (વાડી ફળિયા) ગામમાં માસીરામ કાયલા વસાવા અને તેમના મોટા ભાઈ કાશીરામનું ઘર છે અને હાલમાં ખેડૂત માસીરામના ખેતરમાં ટામેટાના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
મોટા ભાઈ કાશીરામ નાના ભાઈના ખેતરમાંથી રોજ અમુક ટામેટાં તોડીને લઇ જતો હતો અને માસીરામને આ વાત ગમી નહિ. રવિવારે બપોરે પણ મોટા ભાઈ નાના ભાઈ માસીરામના ખેતરમાં ટામેટાં તોડવા પહોંચ્યા હતા.
પરંતુ, નાના ભાઈએ મોટા ભાઈ કાશીરામને ટામેટાં તોડવાની મનાઈ કરી. ત્યારબાદ બંને વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો હતો અને થોડી જ વારમાં બંને વચ્ચે ઝપાઝપી પણ શરૂ થઈ ગઈ. આ દરમિયાન નાના ભાઈ માસીરામે મોટા ભાઈ કાશીરામને છરીના ઘા ઝીંકી દીધા હતા.
માસીરામે કાશીરામના પેટમાં ઉપરાછાપરી છરીના ઘા માર્યા હતા. આનાથી કાશીરામના પેટમાંથી લોહીનો ફુવારો નીકળ્યો અને તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો અને હત્યાના આ સમાચાર આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગયા. માહિતી મળતાં પોલીસ પણ ગામમાં પહોંચી હતી અને આરોપી ભાઈ માસીરામની ધરપકડ કરી હતી.
સાગબારા પોલીસ ઈન્સ્પેક્ટર PV પાટીલનું કહેવું છે કે, મોટા ભાઈ કાશીરામ નાના ભાઈ માસીરામના ખેતરમાંથી ટામેટાં તોડતા હતા. નાના ભાઈને આ વાત ગમી નહિ. બંને ભાઈઓ વચ્ચે ટામેટાં તોડવા બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન માસીરામે કાશીરામની છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. અમે તેની ધરપકડ કરી છે અને તેની સામે IPCની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.