ભાવનગરના પાલીતાણમાં વડાળ ગામે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી પામી છે. ચકચાર એટલે મચી ઉઠી છે કારણકે એક પિતાએજ અહીયા તેની સગીર દિકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે. અને જેના કારણે લોકોમાં પણ રોષનો માહોલ ફેલાયો છે. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ આરોપી પિતાને ઝડપી પાડ્યો છે.
ગત 10 તારીખે પોલીસને સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદગ મળી આવી હતી. જોકે હાલ પોલીસને તેનો મૃતદેહ મળી આવ્યો છે અને સગીરાનો મૃતદેહ મળી આવ્યા બાદ મોટો ખુલાસો થયો કે તેના પિતાએજ તેની હત્યા કરી હતી. જેમા પિતાએ સગીરાને ગળેફાંસો આપીને તેને મોતને ઘાટ ઉતારી હતી.
સગીરાને પાંચ માસનો ગર્ભ હતો જેથી તેના પિતાએ તેની હત્યા કરી નાખી હતી. બાદમાં તેણેજ પોલીસ સ્ટેશનમાં જઈને તેની દિકરી ગાયબ થઈ હોવાની ફરિયાદ નોંધાવી અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો અને જોકે સમગ્ર મામલે પોલીસે આરોપી પિતાને હવે દબોચી લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.