પાંડેસરામાં લૂંટનાં ઈરાદે ધરમાં ધુસેલા ઈસમો પર હુમલો.. એકનું તો મોત..

ગુજરાતનું ડાંયમંડ સિટી ગણાતું સુરત રાજયનું ક્રાઈમ કેપિટલ બનીને સામે આવી રહ્યું છે. શહેરમાં ચોરી ,લૂંટ અને હત્યા જેવી ધટનાઓ સામે આવી રહી છે. ફરી એક વાર સુરતમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં ધરફોડ કરવા આવેલાં લૂંટારાઓને પકડવા જતાં એક પરિવારે યુવાન પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી અનુસાર મણીનગરમાં મોડી રાત્રે ધરમાં ચોરી કરવાનાં ઈરાદે અજાણ્યા શખ્સો ધુસી ગયાં હતાં. બન્ને ભાઈઓ એ ચોરને પડકાયાઁ હતો. આ દરમિયાન ચોરે તેમના જીવલેણ હુમલો કરતાં એક ભાઈનું મોત નીપજ્યું હતું. જયારે બીજો ભાઈ ઈજાગ્રસ્ત થયો હતો.

હજુ સુધી પોલીસને લૂંટ કમ હત્યાનાં આરોપીનું કોઇ પગેરું નથી મળ્યું ,પરંતુ પાંડેસરા પોલીસ ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી છે.

https://www.youtube.com/watch?v=Mt9Gwr8Jtlo&t=1s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.