રાજસ્થાનથી ફરી એકવાર સંબંધોને ચકનાચૂર કરી નાંખતી એક ઘટના સામે આવી છે. રાજસ્થાનના બુંદી જિલ્લામાં રહેતા એક સસરાનું પોતાની જ પુત્રવધુ પર દિલ આવી ગયું હતું. પુત્રએ જ પોતાના પિતા સામે કરેલી પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે મારા પિતા જ મારી પત્નીને મારી જ બાઇક પર ભગાડીને લઇ ગયા છે અને જેથી પુત્રએ પિતા અને પોતાની પત્નીને શોધી કાઢવા માટે પોલીસને વિનંતી કરી છે.
પોલીસે કહ્યું હતું કે ઘટના બુંદીના સિલોર ગામની છે. આ ગામમાં રહેતા પવન વૈરાગીએ તેના પિતા રમેશ વૈરાગી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પવન વૈરાગીએ ફરિયાદમાં કહ્યું છે કે, તેનો જ પિતા પુત્રવધુ એટલે કે પવનની પત્નીને ભગાડી ગયો છે અને પવને આરોપ લગાવ્યો છે કે પોલીસ તેની ફરિયાદને ગંભીરતાથી લેતી નથી.
પવન વૈરાગીએ પોલીસને કહ્યું છે કે, તેને 6 મહિનાની એક પુત્રી છે, પણ બેશરમ પિતા મારી પત્નીને મારી જ બાઇક પર ભગાડીને ફરાર થઇ ગયો છે. પવને આરોપ લગાવ્યો છે કે મારો પિતા પહેલાં પણ મારી પત્ની સાથે ગંદી ગંદી હરકતો કરતો રહેતો હતો. પવને કહ્યું કે મારી પત્ની તો એકદમ સરળ સ્વભાવની છે, પણ મારો પિતા પોતાની જ પુત્રવધુને ડરાવતો અને ધમકાવતો રહેતો હતો અને પવને કહ્યું કે, તે પોતે RCCનું કામ કરે છે અને મજૂરી માટે તેણે ઘણી વખત બહાર રહેવું પડતું હોય છે, જેનો મારો પિતા લાભ ઉઠાવતો હતો.
પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અરવિંદ ભારદ્રાજનું કહેવું છે કે આખી ઘટનાને અમે ગંભીરતાથી લઇ રહ્યા છે અને પુરી તપાસ કરવામાં આવી રહી છે
આ પહેલાં રાજસ્થાનના સિરોહી જિલ્લામાં જમાઇ અને સાસુની પ્રેમકહાણી સામે આવી હતી. સાસુના ગડાડુબ પ્રેમમાં પડેલા જમાઇએ પોતાના સસરાને દારૂનો નશો કરાવીને સાસુને લઇને ભાગી ગયો હતો. પોલીસને તો સાસુ-જમાઇ નહોતા મળ્યા, પરંતુ સમાજના લોકોએ બંનેના રહેઠાણની પોલીસને માહિતી આપી પછી પોલીસ સાસુ અને જમાઇને પકડી લાવી હતી અને સાસુએ પોલીસને કહ્યું હતું કે, મારો વર આખો દિવસ દારૂ પીને મારપીટ કરતો હતો એટલે જમાઇની સાથે ભાગી ગઇ હતી. જો કે રાજસ્થાનમાં સંબંધોને તાર-તાર કરનારી શરમજનક ઘટનાઓ સામે આવતી રહે છે.
સોશિયલ મીડિયા પર આજકાલ જે વીડિયો પોસ્ટ થતા રહે છે અને તેમાં પણ સસરા- પુત્રવધુ કે સાસુ- જમાઇ સાથેના સંબંધો જ મોટો ભાગે જોવા મળતા રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.