ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ જ્યારે જ્યારે તહેવાર નજીક આવે ત્યારે ત્યારે ગુજરાતમાં દારૂની રેલમછેલ થતી હોય છે. અને તેમના પર ખાસ નજર રાખી દારૂના વેચાણ પર વોચ રાખી બુટલેગરોને પકડી પાડવા ખાસ સૂચના આપવામાં આવી છે. જેના પગલે રાજકોટમાં ગઇકાલે ક્રાઇમ બ્રાન્ચે 5.86 લાખ તેમજ ભક્તિનગર પોલીસે 48 હજારનો દારૂ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે
હોળી-ધૂળેટી તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તહેવાર પહેલા દારૂના સફળ કેસો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હોય જેના અનુસંધાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે આવેલા પૂલ પાસે સીલ્વર પાર્ક શેરી નં. 3ના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં આ દારૂ જ્યોત્સના ઉર્ફે ખમ્મા બાબુભાઇ ચાવડાએ ઉતાર્યો હોવાનું સામે આવ્યું હતું. જોકે, રેડ દરમિયાન તે ઘરે હાજર મળી નહોતી. પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 1216 બોટલ જેની કિંમત રૂપિયા 5,86,400 થાય તે કબ્જે કરી ફરાર મહિલા બુટલેગર જ્યોત્સનાની શોધખોળ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.