રાજકોટમાં બાળકને બચકા ભરતા બાળકનું મોત થયુ હતુ અને જેમાં શ્વાનને પકડવા પશુપાલન વિભાગ કામે લાગ્યું હતુ. જોકે શ્વાનને પકડવા પશુપાલન વિભાગ નાકામ રહ્યું છે અને દોડા દોડ કરતા શ્વાનનું મોત થતા ચકચાર ફેલાઇ છે.
રાજકોટ જિલ્લાના ગામડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમાં વાડી વિસ્તારમાં પારણે જુલી રહેલા નવ માસના બાળકને કૂતરાએ બચકા ભરી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને આ સમગ્ર ઘટનામાં કૂતરાને પ્રતિકાર કરનાર મૃતકના પિતા સહિત બે વ્યક્તિઓને પણ કૂતરાએ બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે અને ત્યારે 9 માસના માસુમનું મૃત્યુ નિપજતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ અંગે મળતી વિગતો મુજબ, રાજકોટના ઠેબચડા ગામની સીમમાં લક્ષ્મણભાઈની વાડીમાં ખેત મજૂરી કરતા અને વાડીમાંજ રહેતા મૂળ મધ્ય પ્રદેશના વતની પારસભાઈ વસાવા અને તેમની પત્ની સહિતના લોકો વાડીમાં કામ કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમનો 9 માસનો પુત્ર સાહિલ કપડાના પારણામાં ઝૂલી રહ્યો હતો. આ સમયે એક શ્વાન ત્યાં કાળ બનીને ત્રાટકયો હતો. સૌપ્રથમ કપડાના ઘોડિયામાં રહેલા બાળકને આંખના ભાગે બચકું ભર્યું હતું. જે બાદ તેને ગળાના ભાગેથી ઊંચકી ત્યાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે બાળકે ચીસાચીસ કરી મૂકતા બાળકના માતા-પિતા સહિત વાડીમાં કામ કરતાં લોકોનું ધ્યાન ખેંચાયું હતું.
આથી બાળકના માતા-પિતા સહિતના લોકોએ બાળકને બચાવવાનો પ્રયાસ કરતાં શ્વાને તેમના પર પણ હુમલો કર્યો હતો અને આ હુમલામાં બાળક મોતને ભેટ્યો હતો, જ્યારે તેના પિતા સહિત 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.