ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવે છે કે, માતા-પિતાએ બાળકોને ઠપકો આપ્યો હોય અને બાળકે ન ભરવાનું પગલું ભર્યું હોય.અને ત્યારે આવી જ એક ઘટના રાજકોટ શહેરમાં સામે આવી છે કે, જ્યાં પિતાએ દીકરાને ખોટા મિત્રોની સંગત છોડી દેવા માટે સમજાવ્યો હતો.
પરંતુ દીકરાને પિતાની વાતનું માઠું લાગી આવતા તેને પેટના ભાગે છરો ભોંકીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.અને ત્યારબાદ આ વાતની જાણ પિતાને થતાં તેમણે કેરોસીન પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે હાલ પિતા અને પુત્ર બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે પિતા-પુત્રના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી હતી.
મળતા રિપોર્ટ અનુસાર રાજકોટના કુવાડવા રોડ પર લાતી પ્લોટમાં કલ્પેશ માલકીયા તેમના પરિવારની સાથે રહે છે કલ્પેશની ઉંમર 22 વર્ષની છે. જોકે કલ્પેશ અને તેના પિતા સુરેશ બંનેએ એકસાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
તેથી બંનેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પિતા-પુત્રે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની જાણ રાજકોટની કુવાડવા પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.અને ત્યારે પોલીસને જાણવા મળ્યું હતો કે, પિતાએ દીકરાને મિત્રો બાબતે ઠપકો આપ્યો હતો અને પિતાની વાતનું ખરાબ લાગતા પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દીકરાએ આપઘાતનો પ્રયાસ કરતા પિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પોલીસની તપાસમાં સામે આવ્યુ હતું કે, પિતા અને પુત્ર બંને ચાંદી કામના વ્યવસાયમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા કેટલાક દીકરો સમયથી ખરાબ મિત્રોની સંગાથે ચડ્યો હતો. તેથી પિતા સુરેશે કલ્પેશને ખરાબ મિત્રોનો સાથ છોડી દેવા માટે જણાવ્યું હતું પરંતુ પિતાની આ વાતનું કલ્પેશને ખરાબ લાગ્યું.અને પિતાની વાતનું ખોટું લગાડી કલ્પેશ પોતાના પેટમાં છરી ભોંકી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દીકરાએ આપઘાતનો પ્રયાસ કરતા પિતા એ પણ કહ્યું કે, તારી પહેલા હું મરી જઈશ અને આટલું કર્યા બાદ પિતા સુરેશે પણ કેરોસીન પી લીધુ હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.