શહેરના નવા બસ પોર્ટ ઉપર ગત રાત્રે એક શખ્સ દારૂ પી ઘૂસી જતાં ફરજ પર તૈનાત સિક્યુરિટી ગાર્ડએ પોલીસને જાણ કરવાને બદલે તેને પોતે જ કાયદો હાથમાં લઈ બેફામ મારકૂટ કરતા હોવાનો વીડિયો વાયરલ થતાં સિક્યુરિટી સામે ભારે ફિટકાર વરસ્યો છે.
બનાવની મળતી માહિતી મુજબ શહેરના નવા બસ પોર્ટમાં ગત રાત્રે એક મુસાફર દારૂ પીધેલી હાલતમાં ઘૂસી ગયો હતો ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડએ આ શખસને જોઈ દારૂ પીધેલો હોય તે જાણવા છતાં પોલીસને ફોન કરવાને બદલે જાણે પોતે જ પોલીસ હોય તેમ ઢીકા પાટુનો માર મારી, જમીન ઉપર પછાડી દઈ અને ફડાકા ઝીંકી લાકડીથી બેફામ આ શખ્સને ફટકાર્યો હતો ત્યાં હાજર લોકોએ પણ આ સિક્યુરિટીનો તમાશો નિહાળ્યો હતો. પરંતુ એમાંથી કોઇએ પોલીસને જાણ કરી ન હતી દારૂ પીવો ગુનો છે પણ દારૂ પીધેલા શખ્સને પોલીસને હવાલે ન કરી પોતે જ મારકૂટ કરી કાયદો હાથમાં લેવો એ પણ એક ગુનો જ છે અને ત્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.