માત્ર 4 હજાર રૂપિયાની ઉઘરાણી માટે કોઈની હત્યા કરવામાં આવે તે કદાચ તમારા માનવામાં નહી આવે, પરંતુ આવી ઘટના સામે આવી છે રાજકોટમાં. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર માત્ર 4 હજાર રૂપિયાની ઉધરાણી મામલે ગત 13 તારીખના રોજ એક યુવક પર છરી વડે હુમલા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકને એટલી ગંભીર ઈજા પહોંચી હતી કે, તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું.
ગત 13 તારીખના રોજ રાજકોટના પોસ વિસ્તાર ગણાતા અમીન માર્ગ પર સાંજના સમયે મૌલિક ઉર્ફે ભોલો કાકડીયા નામના યુવાન પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો અને જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન મૌલિકે દમ તોડી દીધો. તો બીજી તરફ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે હત્યા કરનાર બંન્નેની વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.