પોતાના મતા પિતા સાથે ઘેટાં બકરાં ચરવા ગયેલ સગીરને છરીની અણી બતાવી સ્કોર્પીયો કારમાં સવાર ચાર શખ્સોએ ૯ ઘેટાં બકરાંની લૂંટ કરી ભાગી ગયા
News Detail
રાજકોટમાં ચાર શખ્સોએ દિનદહાડે ચલાવી લૂટ: સગીરને છરીની અણી બતાવી ઘેટાં બકરાં લૂંટી લીધા પોતાના મતા પિતા સાથે ઘેટાં બકરાં ચરવા ગયેલ સગીરને છરીની અણી બતાવી સ્કોર્પીયો કારમાં સવાર ચાર શખ્સોએ ૯ ઘેટાં બકરાંની લૂંટ કરી ભાગી ગયા મળતી માહિતી અનુસાર સગીરના મેહુલના પિતા રાજેશભાઈએ પોલીસને જણાવ્યું કે, ગઈકાલે તે તેની પત્ની અને પુત્ર મેહુલ સાથે બકરા ચરાવવા અમદાવાદ હાઈ વે નજીક ગયા હતા. બપોરે તે તેની પત્ની સાથે ચા-પાણી પીવા નજીકની એક હોટલે ગયા હતા. આ સમયે સ્કોર્પીયોમાં ધસી આવેલા ચાર અજાણ્યા શખ્સોમાંથી એકેબકરા ચરાવતા તેના પુત્ર મેહુલના ગળે છરી રાખી જો દેકારો કરીશ તો આ સગી નઈ થાય કહી ધમકી આપી નવેય ઘેટા-બકરા સ્પોર્પીયોમાં ભરી લૂંટ કરી ભાગી ગયા હતા. હાલ કુવાડવા પોલીસે રાજેશભાઈની ફરિયાદ પરથી ચારેય શખ્સોની સામે લૂંટ પરથી ચારેય આશખ્સોની સામે લૂંટ સહિતની કલમનો ગુનો નોંધી મહિપત ભુદરભાઈ ચૌહાણ અલ્પેશ જેસીંગભાઈ ચૌહાણ, આકાશ જેસીંગભાઈ ચૌહાણ અને શાપર મુન્નાભાઈ પરમારને બાતમીના આધારે મોરબી હાઈ-વે પર ગૌરીદળ ગામ પાસેથી પકડી સ્કોર્પીયો સહિત કુલ રૂા.૩.૫૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.