રાજકોટમાં પત્નીએ પુત્રને જન્મ આપ્યો તો પતિએ કહ્યું-મારું બાળક નથી એટલે અનાથ આશ્રમમા મૂકી આવ….

લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે નાની-નાની વાતને લઈને તકરારો થતી હોવાના કિસ્સાઓ સામે આવે છે.અને ઘણી વખત ચારિત્ર્યની શંકાને લઇને થયેલી તકરાર મોટું સ્વરૂપ ધારણ કરી લે છે.અને તો રાજકોટમાં એક પરિણીતાએ દીકરાને જન્મ આપતા પતિને ખુશી ન થય અને તેને પત્ની પર ચારિત્ર્યની શંકા રાખીને કહ્યું કે, આ મારો દીકરો નથી એટલે તેને અનાથ-આશ્રમમાં મુકી આવ.

મળતા રિપોર્ટ અનુસાર રાજકોટના આદિત્ય પાર્ક વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન વર્ષ 2019માં નડિયાદમાં રહેતા યજ્ઞેશ નામના યુવક સાથે થયા હતા.તેમજ યજ્ઞેશ અને આ યુવતી shaadi.comના મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. લગ્નજીવનમાં પરિણીતાને એક સંતાન છે અને તે તેના પતિ સાથે નડિયાદમાં જ રહેતી હતી.અને થોડા દિવસો પહેલા પરિણીતા તેના પતિ સાથે આણંદમાં રહેતી નણંદના ઘરે આટો મારવા માટે ગઈ હતી. તે સમયે યજ્ઞેશે બહેનના સસરા સાથે ડ્રિન્ક કર્યું હતું. તેથી પરિણીતાએ યજ્ઞેશને આ આદત છોડી દેવા માટે જણાવ્યું હતું. ત્યારે પતિએ પરિણીતાને કહી દીધું હતું કે, હું તો ડ્રિન્ક કરીશ. જો તને પ્રોબ્લેમ હોય તો તને રાજકોટ મૂકી જાવ. યજ્ઞેશ પરિણાને આવી વાત કરીને તેની સાથે ઝઘડો કરતો હતો.

તો બીજી તરફ યજ્ઞેશનર નોનવેજ ખાવાની પણ આદત હતી અને આ વાત પરણિતાને પસંદ ન હતી પરંતુ પતિ સુધરવાનું નામ લેતા નહોતા. યજ્ઞેશને વાય આવવાની બિમારી પણ હતી પરંતુ તેને આ વાત પરણિતાની છુપાવી રાખી હતી.અને પરિણીતા ગોવા ફરવા ગઈ હતી ત્યારે પણ પતિએ નોનવેજ ખાધું હતું એટલે પરિણીતાએ પતિને સમજાવો ત્યારે યજ્ઞેશે પત્નીને તમાચો મારી દીધો અને કહ્યું કે, હું ખાવા પીવાનું બંધ કરીશ નહીં અને તું અહીંથી રાજકોટ જતી રહે. હું તારી ટિકિટ બુક કરાવી દઉં છું. તું અમારા પરિવાર સાથે બંધબેસે છે તેમ નથી.

પરિણીતા યજ્ઞેશનો ત્રાસ મૂંગા મોઢે સહન કરતી હતી કારણ કે, તેનું ઘર સંસાર તૂટે નહીં. પરિણીતા લગ્ન બાદ ગર્ભવતી થાય અને તે શ્રીમંત બાદ રાજકોટના માવતરના ઘરે ગઈ હતી. જ્યાં પરિણીતાએ એક દીકરાને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ જ્યારે પતિને ફોન કર્યો હતો ત્યારે પતિએ કહ્યું કે, આ મારું બાળક નથી. હું તેનું મોઢું જોવા માંગતો નથી. તેને અનાથ આશ્રમમાં મૂકી આવ. બાળકના જન્મના ચાર મહિના બાદ યજ્ઞેશ તેની પત્ની અને દીકરા લેવા માટે ગયો હતો. ત્યારબાદ ફરીથી ઝઘડા શરૂ થઈ ગયા હતા અને થોડા સમય બાદ જ પતિએ પત્ની અને દીકરાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મુક્યા હતા. તેથી પરિણીતા રાજકોટમાં તેના માતા-પિતાના ઘરે રહેવા માટે મજબૂર થઈ હતી.અને ત્યારબાદ પરિણીતાને પતિ વચ્ચે સમાધાન ન થતા પરિણીતાએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.