રાજકોટમાં દારૂબંધી બસ નામની જ: લગ્ન પ્રસંગમાં સરેઆમ દારૂ પીરસાયો, તો બીજી બાજુ PSI દારૂનાં નશામાં ચૂર

રાજકોટમાં દારૂબંધી બસ નામની જ: લગ્ન પ્રસંગમાં સરેઆમ દારૂ પીરસાયો, તો બીજી બાજુ PSI દારૂનાં નશામાં ચૂર

News Detail

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા લથડતી હોય તેવી ઘટનાઓ આજે સામે આવી છે જેમાં ક્યાંક તો ખાખીનો ખોફ જ આવારા તત્વોમાં ઉતરી ગયો હોય, લગ્ન પ્રસંગમાં દારૂની મહેફિલ માણતા લોકો અને PSIએ કેફી પદાર્થનું સેવન કર્યું હોય તેવી હાલતમાં જોવા મળ્યા’તાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. રાજકોટના લગ્નમાં દારૂ પીરસાયો હોવાનો વીડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તિરંગા ફિલ્મના ગીત પીલે પીલે ઓ મરરાજા ગીતની કડી પર જાનૈયાઓ દારૂની બોટલ સાથે ઝૂમતા નજરે પડ્યા છે. કથિત દારૂ પાર્ટીના વિડીયોને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. એક વીડિયોમાં વરરાજાને બંદૂક આપવામાં આવતી હોય તેવું પણ કેદ થયું છે. વાયરલ વીડિયોમાં ગુનાહિત કૃત્યોમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલો સખ્સ તાજેતરમાં ભાઈના લગ્ન અંતર્ગત પેરોલ પર છૂટ્યો હોવાની ચર્ચા છે. રાજકોટના પોલીસ કમિશ્નર કચેરી ખાતેના પ્રવેશ દ્વાર પર ફરજ બજાવતા પીએસઆઈએ કેફી પદાર્થનું સેવન કર્યું હોય તેવી આશંકા વચ્ચે લથડીયા ખાતા પીએસઆઈએ મીડિયા સાથે ગેરવર્તણુક કરી હતી. જે બાદ પીએસઆઈએ કોઈ કેફી પ્રવાહીનું સેવન કર્યું છે કે? તે અંગે પૂછપરછ માટે તેમને પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા. દરમિયાન મીડિયાકર્મીઓ પણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ત્યારે પ્રદ્યુમ્નનગર પોલીસ મથકની કચરા ટોપલીમાં પણ દારૂની ખાલી બોટલો ધ્યાને આવતા ખળભળાટ મચવા પામ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.