લોકો ટ્રાફિકના નિયમોનું કડકાઇથી પાલન કરે એટલા માટે તંત્ર દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ મહાનગરોમાં દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. તેવામાં ઘણી વખત રસ્તા પર આડેધડ વાહનો પાર્કીંગ કરવાને લઈને ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હોય તેવું પણ સામે આવ્યું છે.અને ઘણી વખત રસ્તા પર આડેધડ પાર્ક કરાયેલા વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા લોક મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે રાજકોટમાં એક અજીબ ઘટના બની છે જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરાયેલી એક કારને લોક મારી દેવામાં આવ્યો હતો પરંતુ કાર ચાલકે ટ્રાફિક પોલીસનો સંપર્ક કરીને લોક ખોલાવાના બદલે ટાયર જ બદલી નાખ્યું હતું અને આ ઘટનાના કેટલાક ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
આ ઘટના રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.અને જ્યાં બપોરના સમયે રસ્તા પર એક કાર પાર્કિંગ કરવામાં આવી હતી.જોકે આ પાર્ક કરેલી કાર પાર્કિંગમાં હોવાના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને કારને લોક મારી દેવામાં આવ્યો હતો.
જોકે કારચાલકે લોક પર લખવામાં આવેલા નંબર પર ટ્રાફિક પોલીસનો સંપર્ક કર્યો ન હતો અને તેને કોઈની રાહ જોયા વગર જ પોતાની કારની ડેકીમાં પડેલું બીજું ટાયર કાઢીને લોક મારેલું ટાયર કાઢી નાખ્યું હતું. અને ત્યારબાદ કારચાલક પોતાની કાર લઇને રવાના થઇ ગયો હતો. જ્યારે કાર ચાલક પોતાની કારનું ટાયર ચેન્જ કરી રહ્યો હતો ત્યારે કોઈ વ્યક્તિ દ્વારા તેનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો અને હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યો છે.
જે લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા તેઓ પણ ચોંકી ગયા હતા કારણ કે, કાર ચાલક ટ્રાફિક પોલીસનો સંપર્ક કરવાના બદલે દંડ ન ભરીને ટાયરની સાથે લોક જ ગાડીમાં મૂકીને લઈને ચાલ્યો ગયો હતો. અને ત્યારે હવે જોવાનું એ રહે છે ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે કાર ચાલક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.
મહત્વની વાત છે કે રસ્તા પર ટુ વ્હીલર નો પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હોય તો ટ્રાફિક પોલીસ દ્વારા તેને ડ્રોઈંગ કરીને લઈ જવામાં આવે છે પરંતુ કાર જેવા મોટા વ્હીકલ રસ્તા પર નો પાર્કિંગમાં પાર્ક કર્યા હોય તો અમુક વખત તેને ટોઇંગ કરવામાં આવે છે અને મોટાભાગે તો કાર અથવા મોટા વાહનના ટાયર પરલોક મારી દેવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.