કોવિડની સાથે બાળકોમાં ઘણી એવી ગંભીર બીમારીઓ જોવા મળે છે, જેની સારવાર કરવી ખૂબજ મુશ્કેલ અને કઠિન હોય છે. ત્યારે કોરોનાકાળમાં આ ચાર કિસ્સા એવા છે કે જે સૌથી વધુ ક્રિટિકલ હતા અને સમયસૂચકતાના પગલે અને યોગ્ય સારવાર આપવામાં આવતા ફરી તેઓ જીવન રાજી-ખુશીથી વિતાવી રહ્યા છે.
ઉંમર 8 માસ
હિમોગ્લોબિન 5% હતું, કોરોનાને મહાત આપી;
રાજકોટમાં રહેતી 8 માસની રિયાંશી નામની બાળકીને માત્ર 5 ટકા જ હિમોગ્લોબિન હતું, તેણે કોરોનાને હરાવ્યો અને અન્ય બીમારી પર જીત મેળવી. તબીબે જણાવ્યું હતું કે, બાળકી જ્યારે સારવાર માટે આવી ત્યારે તે અત્યંત હાંફતી હતી અને સખત તાવ હતો. કોવીડ થતા ફેફસાં પણ 30 ટકા જેટલા ખરાબ હતા. બાળકીના માતા-પિતાની એકજ રજૂઆત હતી કે, બાળકીને દાખલ તો કરશોને? કારણ કે 3 ખાનગી હોસ્પિટલમાંથી તેને વધુ સારવાર આપવાની ના પાડી હતી.
સ્થિતિ અત્યંત ગંભીર હોવાના કારણે ઓક્સિજન, નેબ્યુલાઈઝર શરૂ કરાયું હતું. જોખમ એ હતું કે, રેસ્પિરેટરી રેટ જે 30 હોવો જોઈએ તે 80 સુધી પહોંચી ગયો હતો, જો યથાવત્ રહે તો ફેફસાં થાકી જાય અને હૃદય સપોર્ટ કરવાનું બંધ કરી દયે. જેથી સારવાર દરમિયાન બે વખત બાટલા પણ ચડાવવામાં આવ્યા હતા. 6 થી 7 દિવસ સારવાર લીધા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. પરિવારને એક ડર એ પણ હતો કે બાળકી બચી નહીં શકે.
ઉંમર 3 વર્ષ
કિડનીની બીમારી, કોરોનાને હરાવ્યો
રાજકોટમાં રહેતા 3 વર્ષના રાકીબે કોવિડની સાથે કિડનીની ગંભીર બીમારી પર જીત મેળવી છે. નેફ્રોટિક સિન્ડ્રોમ એટલે કિડનીની બીમારીથી પીડાતા રાકીબને સતત તાવ, શરીર પર સોજા અને સતત ઊલટી થતી હતી. કિડનીની બીમારી જ્યારે બાળકને થાય ત્યારે તેની ઈમ્યુનિટી ખૂબ ઝડપથી ઘટી જાય છે.
આ બાળકને કોવિડ થતા ઘણી વિપરીત અસર પડી હતી. બોડીમાં સેકન્ડરી ઇન્ફેક્શન વધુ થતા સીઆરપી 2ના બદલે 100 આવ્યું હતું. તબીબો સતર્કતા સાથે સ્ટિરોઈડ આપવામાં આવ્યા અને પ્રોટોકોલ પ્રમાણે સારવાર કરતા બાળક 10 દિવસના અંતે આ બધી બીમારીઓની સાથે કોવિડને પણ મહાત આપી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.