સુરતમાં આયા દ્વારા બે ટ્વીટન્સ બાળકોને માર મારવાની ઘટના હજી માનસપટ પરથી ખસતી નથી ત્યાં રાજકોટની ઘટના સામે આવતા હચમચાવી દીધા છે. માધાપર ચોકડી નજીક રેસિડેન્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગની લિફ્ટમાં માસૂમ બાળકીને માથામાં એક શખ્સ પાણીની બોટલથી મારતો હોય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે.અને ગાંધીગ્રામ પોલીસે સીસીટીવીમાં કેદ શખ્સની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.
દીકરીઓ પર હુમલાની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં કુમળી બાળકીને માર માર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. માધાપર ચોકડી નજીક સુંદરમ સિટી એપાર્ટમેન્ટની ઘટનામાં આ ઘટના બની છે. જેમાં લિફ્ટમાં માસૂમ બાળકીને યુવકે માર માર્યો હતો. બાળકીને માર મારવાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. અને બાળકીના વાલીએ આ ઘટના સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના કારણે સમગ્ર કાંડ પરથી પડદો ઉઠ્યો હતો.
યુવકે પુત્ર સાથે પ્લે હાઉસમાં ભણતી બાળકીને માર માર્યો છે. ગઇ 19 તારીખે સવારે 11 વાગ્યે આ બિલ્ડિંગની લીફ્ટ ખોલવામાં આવે છે જેમાં પહેલા એક નાનો બાળક ત્યારબાદ એક નાની બાળકી અને ત્યારબાદ એક શખ્સ લીફ્ટમાં આવે છે. અને જેમાં શખ્સ બાળકીને ગુસ્સે થઈ પોતાના હાથમાં રહેલી પાણીની બોટલ માસુમ બાળકીને માથામાં કાનના ભાગે જોરથી મારે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.