ગાઝિયાબાદ પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે જે નકલી કરન્સી છાપતો હતો અને તે લોકો પાસેથી ઓછા પૈસામાં અસલી નોટો લઈને નકલી નોટો સપ્લાય કરતો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. 94 હજારની નકલી નોટો જપ્ત કરી છે.
ગાઝિયાબાદ પોલીસે આવા જ એક આરોપીની ધરપકડ કરી છે. જે નકલી નોટો છાપીને તેને બજારમાં ચલાવી રહ્યો હતો. પોલીસનું કહેવું છે કે આરોપીઓ Youtube પરથી જોઈને નકલી નોટો છાપવાનું શીખ્યા હતા. આરોપી એક લાખ રૂપિયાની નકલી નોટ 35 હજાર રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ત્યારે જ પોલીસે તેને પકડી લીધો હતો. આરોપી આઠમા ધોરણ સુધી ભણેલો છે.
ગાઝિયાબાદના સાહિબાબાદ પોલીસે ખુશી મોહમ્મદ નામના આ વ્યક્તિની નકલી નોટ બનાવવાના ગુના હેઠળ ધરપકડ કરી છે. ખુશી મોહમ્મદે 1 મહિનામાં યુટ્યુબ પરથી નકલી નોટ બનાવવાની ટ્રીક શીખી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે તે A4 સાઈઝની શીટ પર નકલી નોટો છાપતો હતો અને તે લોકોને ઓછી કિંમતે પૈસા આપવાની લાલચ આપીને સોદા કરતો હતો.પોલીસે આરોપી પાસેથી રૂ. 94 હજારની નકલી નોટો જપ્ત કરી છે. જેમાં 500, 200 અને 100 રૂપિયાની નોટો છે. આ સાથે નકલી નોટો છાપતી કલર પ્રિન્ટર અને સાદા કાગળની શીટ પણ મળી આવી છે અને પોલીસ તેની ધરપકડ કરીને જેલમાં મોકલવાની તૈયારી કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં જ તેનો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે. આમાં નવી ડિઝાઇનવાળી રૂ. 500ની નકલી નોટોની સંખ્યામાં વાર્ષિક ધોરણે 102%નો વધારો થયો છે અને બાકીના મૂલ્યની નકલી નોટો ઉમેરીને અર્થતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને નાણાકીય વર્ષ 2021-22માં માત્ર રૂ.500 અને રૂ.2,000ની નકલી નોટો જ પકડાઇ ન હતી. 10 રૂપિયાથી લઈને 20, 50, 100 અને 200 રૂપિયાની નકલી નોટો પણ સામે આવી છે. આ તમામ સહિત, બેંકિંગ ક્ષેત્રમાં કુલ 2,30,971 નકલી નોટો ઝડપાઈ હતી. તેના કારણે અર્થવ્યવસ્થાને કુલ 8,25,93,560 રૂપિયાનું નુકસાન થયું છે. આરબીઆઈએ તેમની પાસે અને બેંકો પાસે આવેલી નકલી નોટોનો જ ડેટા આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.