૭૫માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે જામનગરનાં આઝાદીનાં જંગની વાત કરીએ તો અંગ્રેજોની ખુબ નજીક રહેલાં અને વિશ્ચાસુ રાજતંત્ર એેવા જામનગરમાં આઝાદીની ચળવળની જ્યાં ગુંજાઈશ ન હતી. ત્યાં જ જામનગરના તે વખતનાં હિમ્મતવાન યુવાનો એ પોતાનું લોહી રેડાવીને આઝાદીનાં જંગને જામનગર સ્ટેટમાં પ્રસરાવ્યો હતો. આખરે આઝાદી મળ્યાં બાદ જામનગરનાં દરબારગઢ પરથી સરદાર વલ્લભભાઈ પટેલે સૌરાષ્ટ્ર રાજયની ધોષણા કરી હતી.
https://www.youtube.com/watch?v=OJYdcznV5NE
પ્રથમ સૌરાષ્ટ્ર રાજનાં પ્રમુખ તરીકે જામ દિગ્વિજયસિંહ રહ્યાં હતાં. વષઁ ૧૯૪૮માં જામનગર આવેલાં સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૌરાષ્ટ્ર રાજય અંગે રાજવી જામ દિગ્વિજયસિંહએ ચચૉ કરી હતી. આઝાદી બાદ જામનગરમાં જુના દરબારગઢ પર રાષ્ટ્ર ધ્વજ લહેરાયો હતો.
જામનગરમાં વષઁ ૧૯૩૦માં ગોકળદાસ ઠક્કર, મગન વોરા ,રામદાસ ગાંધી સામે એક પત્રિકા મામલે રાજદ્નોહનો કેસ ચલાવાયો હતો. અને તેમને ૦૭ વષઁ માટે જેલમાં મોકલી દેવામાં આવ્યાં હતાં. ઈતિહાસકાર હરકિશનભાઈ જોષી જણાવે છે કે, જામનગર ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે આઝાદી નિમિત્તે પ્રજાજનોનું વિરાટ સરધસ માગઁ પર યોજાયું હતું. જે બાદ દરબારગઢ સકઁલમાં આઝાદીનો પ્રથમ ત્રિરંગો ખુશાલચંદ દયાળજીભાઈ મહેતાનાં હસ્તે ફરકાવવામાં આવ્યો હતો.
https://www.youtube.com/watch?v=Mkt8SBAmLEQ&t=2s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.