અરે બાપ રે.. શિમલામાં તો ફકત ૭ સેકન્ડમાં ૮ માળની ઈમારત જમીન દોસ્ત…જોઈ લો વિડીયો..

હિમાચલ પ્રદેશમાં છુટાછવાયા વરસાદનો સિલસિલો ચાલુ છે. તેની સાથે પહાડો પરથી માટે ઘસવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. તાજેતરમાં પર્યટન નગરી શિમલામાંથી પણ આવો એક વીડિયો સામે આવ્યો છે.

અહીં ભૂસ્ખલનના કારણે આઠ માળની એક ઇમારત ગણતરીની સેકન્ડોમાં જમીનદોસ્ત થઈ જાય છે. આ ઘટના સિમલામાં હાલી પેલેસ ની પાસે ધોડ ચોકડી પર ગુરુવારે સાંજે ધટી હતી.

આ ઇમારત શિમાલાની તે એક ઈમારતોમાની એક હતી. જેને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જર્જરિત અને ખતરનાક જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે ભારે વરસાદને કારણે મકાનના પાયા હચમચી ગયા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે.બિલ્ડીંગ નિયમોની અવગણના કરીને બનાવવામાં આવ્યું હતું.

સિમલામાં આઠ માળની ઇમારત ને મંજૂરી નથી. તે જ સમયે જ્યારે આ ઈમારત તૂટી પડી ત્યારે તેની પકડ ને કારણે બીજી બે ઇમારતોને પણ નુકસાન થયું હતું. આપને જણાવી દઇએ કે આ વર્ષે પણ હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે પર્વત છુટવાની ઘટનાઓ નોંધાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.