અમુક રાજયોમાં પેટ્રોલે સદી પૂરી કયૉ બાદ હવે ડીઝલે પણ સદી મારી દીધી.

દેશભરમાં વિરોધ વચ્ચે ઓઇલ કંપનીઓએ આજે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલમાં 27 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 23 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ ફેરફાર બાદ દિલ્હીમાં પેટ્રોલ 96.12 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.98 રૂપિયા પ્રતિ લીટરે વેચાઇ રહ્યું છે.

આજે દિલ્હીમાં પેટ્રોલ 96.12 રૂપિયા, કલકતામાં 96.06 રૂપિયા, મુંબઇમાં 102.30 રૂપિયા, ચેન્નઇમાં 97.43 રૂપિયા અને નોઇડામાં પેટ્રોલ 93.46 રૂપિયા પ્રતિ લીટરે વેચાઇ રહ્યું જ્યારે ડીઝલ દિલ્હીમાં 86.98 રૂપિયા, કલકત્તામાં 89.83 રૂપિયા, મુંબઇમાં 94.39 રૂપિયા, ચેન્નઇમાં 91.64 રૂપિયા અને નોઇડામાં 87.46 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે.

રાજસ્થાનમાં હવે ડીઝલની પણ સદી ;
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને લદ્દાખમાં પહેલાંથી જ પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયો છે. રાજસ્થાનમાં હવે ડીઝલનો ભાવ પણ 100ને પાર પહોંચી ગયો છે. રાજસ્થાન એવું પ્રથમ રાજ્ય છે જ્યાં પેટ્રોલ અને ડીઝલ બંને 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં પેટ્રોલ 107 રૂપિયા જ્યારે ડીઝલ 100.05 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે.

તમારા શહેરમાં આ રીતે ચેક કરો પેટ્રોલ ડીઝલના ભાવ;
પેટ્રોલ ડીઝલના ભાવ તમે SMS દ્વારા જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને સુવિધા આપે છે કે તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના રેટ આવી જશે. દરેક શહેરનો કોડ અલગ અલગ છે. જે તમને IOC પોતાની વેબસાઈટ પર આપે છે.

રોજ સવારે 6 વાગે બદલાય છે ભાવ;
રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને બાકીની અન્ય ચીજો જોડ્યા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.