સુરતમાં થોડા સમયથી બનતી હતી..જે મામઅલગ અલગ જગ્યાએ ચોરીની ઘટના બનતી હતી તેમાં પણ ખાણીપીણી ની જગ્યાએ ચોરીની વધુ ઘટના લે સુરત ક્રાઈમ બ્રાન્ચે તાપસ કરતા બાતમી મળી હતી કે ત્રણેય આરોપીઓ કતારગામ વિસ્તારમાં આવેલા જુના કબ્રસ્તાન પાસે ઉભા છે તેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે છાપો મારી સાહિલ સલીમ પઠાણ,હરીશ પ્રકાશ માળી અને સુમિત શિવાજી પાટીલને ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન,આઇપેડ, ગેમઝોનની ત્રણ ગન ,સેન્સર જેકેટ,અને મોટર સાઇકલ સહિત કુલ 3 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો..
આ ત્રણેય ઈસમો રીઢા ચોર હોવાનું સામે આવ્યું હતું..આરોપીઓ નાનપણ થીજ ચોરી ના રવાડે ચડી ગયા હતા..અને ચોરી કરી પોતાની મોજશોખ કરતા હતા.આરોપીઓ ચોરી કરવા માટે હોટલ અને ખાણી પીણીની જગ્યા વધુ પસંદ કરતાં હતાં..અને ચોરી કરવા જાય ત્યારે હોટલમાં જમી અને રોકડની ચોરી ને અંજામ આપતા હતા.આ સાથેજ જ્યારે રોકડ ચોરી કરે ત્યાં થીજ એક બાઈકની પણ ચોરી કરતા હતા..આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા સુરતના વિવિધ પોલીસ મથકની હદમાં અચરેલા 10 થી વધુ ગુનાના ભેદ ઉકેલાયા હતા..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.