સુરતમાં કપલ બોક્સનું કલ્ચર રંગરેલીયા મનાવતા 12 કોલેજિયન પ્રેમી પંખીડા રંગેહાથ ઝડપાયા………..

સુરત શહેરના એક વિસ્તારની અંદર આવેલા કપલ બોક્સ ધરાવતા કાફેમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવતા યુવક અને યુવતીઓ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે અને તમામ યુવક અને યુવતીઓ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટનસિંગના પાલન કર્યા વગર કપલ બોક્સના અંધારી કેબીનમાં બેઠેલા નજરે પડ્યા હતા.

હાલમાં પોલીસ દ્વારા કેફે માલિક સહીત ૩ વિરુદ્ધ જાહેરનામાંનો ભંગ કાર્યના આરોપમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને મળતી માહિતી અનુસાર સુરત શહેરના એક વિસ્તારની અંદર એક કેફે આવેલું છે અને જેમાં કપલ બોક્સ હોવાથી કોલેજીયન યુવક અને યુવતીઓ સહીત પ્રેમી પંખીડા કેફેમાં આવતા હતા.બુધવારના રોજ પોલીસ દ્વારા આ કેફેમાં રેડ પાડવામાં આવી હતી.

જેમાં જુદા જુદા બોક્સમાંથી પોલીસને ૧૨ જેટલા યુવક અને યુવતીઓ મળી આવ્યા હતા.જેમાં ૧૭ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેનાજ વિસ્તારનો એક વિધર્મી યુવક આ કપલ બોક્સમાં લઈને ગયો હતો.જે અંગે માહિતી મળતા સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કપલ બોક્સ કાફેને ઘેરીને પોલીસને જાણ કરવામાં આવી હતી.

ત્યારબાદ પોલીસે કાફેમાં આવીને રેડ પાડી હતી જેમાં કાફેમાં આછા પ્રકાશમાં બોક્સ બનાવવામાં આવ્યા હતા.જેમાં પ્રેમી પંખીડાઓને એકાંત માણવા માટે કલાકના ૨૦૦ રૂપિયા વસુલવામાં આવતા હતા અને રેડ દરમિયાન વિધર્મી યુવક અને સગીરા સાથે અન્ય કપલ્સ પણ જુદી જુદી કેબિનમાંથી મળી આવ્યા હતા.હાલમાં પોલીસ તમામને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લઈને ગઈ છે.

જિલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવેલ જાહેરનામાંનો ભંગ થતા કેફેના માલિક સહીત ત્રણ વિરુદ્ધ પોતાના આર્થિક લાભ માટે એકબીજાની મદદગારીમાં જાહેરનામાનો ભંગ કરી અને કાફેમાં છોકરા છોકરીઓને વગર માસ્કે બેસાડી રાખી અને સોસિયલ ડિસ્ટન્સનું પાલન નહિ કરાવતા પોલીસે જાહેરનામનો ભંગનો ગુનો ત્રણેય સામે નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.