સુરતમાં નકલી આધારકાર્ડ અને ચુંટણીકાર્ડ બનાવી આપતી ટુકડીના 3 લોકો ઝડપાયા

સુરતના ડિંડોલી વિસ્તારમાં પોલીસે એક ટુકડીને પકડી પાડી છે જે આરસીબુક, આધારકાર્ડ અને ચુંટણીકાર્ડ જેવા મહlત્ત્વના ગણાતા ડોક્યુમેન્ટ્સને નકલી રૂપે કાઢી આપતા હતા. પોલીસને મળેલી એક ચોક્કસ બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડ આરટીઓ એજન્ટ સહિત બીજા ભેજાબાજ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કેસ સામે આવ્યો ત્યારે પોલીસ પણ થોડાં સમય માટે ચોંકી ગઈ હતી. આ કેસના આરોપીઓ કમ્પ્યુટર સહિત બીજી કેટલીક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ડોક્યુમેન્ટ કાઢી આપતા હતા. પોલીસ તરફથી કરવામાં આવતા દંડ અને સ્થળ પર અપાતા મેમોની રસીદના આરટીઓ અધિકારીના સહી-સિક્કા સાથે દંડ કર્યો હોવાની નકલી રસીદ પણ કાઢી આપતા હતા. અને આ કેસમાં પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસર પગલાં લીધા છે.

સુરતના પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, ડીંડોલી પોલીસને આ અંગે એક ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે આગમ રેસિડેન્સીના 103 નંબરના મકાનમાં દરોડા પાડ્યા હતા. આ કેસમાં પોલીસે વિશ્વનાથ સાવ, મહોમ્મદ આરીફ ઉર્ફે શાહરુખ મેહબૂબ શાહ, અકબર હમીદ શેખ, સમીર ટામેટાં બશીર, મુજાદિન શાગિરખાન પઠાણ અને સુનીલ પંચાલના નામ નક્કી કર્યા છે.

જેમાંથી 3ની ધરપકડ કરાઈ છે. આ ટોળકીમાં ભેજાબાજોએ પોતાની પેનડ્રાઈવમાં આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, આધારકાર્ડનું સાઇઝ ફોર્મેટ નક્કી કરી, સ્કેન કરી કોરા કરેલા મતદાન કાર્ડ, આધારકાર્ડના દસ્તાવેજ કોપી કરીને ફોર્મેટ બનાવીને એપ્લિકેશનમાં બાયોમેટ્રિક ફોર્મેટ બનાવી શકતા હતા. બાયોમેટ્રિક વગર આ કાર્ડ તૈયાર થતા હતા. આ ઉપરાંત, પોલીસ તરફથી આપવામાં આવતો મેમો અથવા રસીદ આરટીઓ અધિકારીના ખોટા સહી-સિક્કા કરાવી ખોટું કામ કરતા હતા. આ ઉપરાંત દંડ ભર્યાની રસીદ બનાવી નાખતા હતા. આવું ખોટું કામ કરવાના એક વ્યક્તિ પાસેથી રૂપિયા 1000 લેતા હતા. ડીંડોલી પોલીસે તમામ લોકોની ધરપકડ કરી કાયદેસર પગલાં લીધા છે.અને અત્યાર સુધીમાં કેવા પ્રકારના નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા અને કેટલા લોકોનો શિકાર કર્યો એ અંગે સુરત પોલીસ પૂછપરછ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.