મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ સુરત પોલીસે સ્કૂલ-કોલેજની આસપાસના 50 મીટર સુધીના એરિયામાં લુખ્ખા તત્વોના બેસવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જેને લઈ શહેર પોલીસે એકાએક શુક્રવારે આવા સ્પોટ્સ પર ધસી જઈને સપાટો બોલાવી દીધો હતો.અને પોલીસે આવા 37 યુવકો સામે જાહેરનામાના ભંગ હેઠળનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
બે દિવસ પહેલાં પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું પણ બહાર પાડયું હતું, જે મુજબ શહેરની સ્કૂલો-કોલેજો, ટ્યુશન ક્લાસીસ તેમજ મહિલા હોસ્ટેલથી 50 મીટર સુધીના દાયરામાં કેટલાક લુખ્ખા તત્વો સામે કોઈપણ ચોક્કસ કારણ વગર બેસવા કે ઊભા રહેવા સામે પ્રતિબંધ ફરમાવી દીધો હતો. જો કે, તેમ છતાં હજુ આવા તત્વો સુધારવાનું નામ લેતા ન હોવાથી પોલીસે શુકવારથી આ મામલે કડક હાથે કાર્યવાહી શરૂ કરી હતી, જે આગામી દિવસોમાં પણ કરાશે.
પોલીસે સ્કુલ-કોલેજા પાસેથી પકડતા લુખ્ખાઓ બહાના કાઢવા લાગ્યા હતા અને જેમાં એક તો મેગી ખાવા માટે આવ્યો તો બીજો ચા પીવા તો એક સીગારેટ પીવા, તો એક તો કામ માટે અહીંથી પસાર થતો હોવાની વાત કરી છટકવાની કોશિશ કરી હતી. જો કે પોલીસે એકપણ યુવકને છોડયા ન હતા.
કે.પી. કોમર્સ કોલેજ 10, એમટીબી કોલેજ પાસે 2, સ્કેટ કોલેજ પાસે 2, દેવકી નંદન સ્કુલ પાસે 3, ભીડભજન સ્કૂલ પાસે 2, ઓમ કોમ્પ્લેક્ષ પાસ 2, નવયુગ કોલેજ-સ્કૂલ પાસે 4, RV પટેલ કોલેજ પાસે 4, જીવનભારતી સ્કૂલ પાસે 2
RD કોન્ટ્રાકટર પાસે 1, ભટાર વિદ્યાભારતી સ્કૂલ પાસે 2, ભગવાન મહાવીર કોલેજ પાસે 2
શહેરમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટમાં બંધ કેબિન ચાલતા કપલ બોક્ષ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.અને સાથે પોલીસનું જાહેરનામા માં કાફે શોપમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાડવાના છે. છતાં વીઆઈપી રોડ પર બે કેફે શોપમાં કેમેરા લગાડયા ન હતા. જેના કારણે ખટોદરા પોલીસે વીઆઈપી રોડ પર પેલેડીયમમાં ઘ હાર્ટ કે શોપના માલિક જૈમીશ ભરત વાસાણી અને દૂષ્ટી કાફે શોપના માલિક હાર્દિક તુલસી રાવલ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.