સુરતમાં યુવતીએ પોતાના આઠ મહિનાના ગર્ભને જાતે મારી નાંખી પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળી બાથરૂમમાં ફેંકી દીધું..

સુરતમાં સગરામપુરા ખાતે જૂની મહાવીર હોસ્પિટલની નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીનીએ બાથરૂમમાં જઈને પોતાના પેટમાં રહેલા આઠ માસના ગર્ભનું એબોર્સન કરી નાંખ્યું હતું. તેણે આ ભૃણને પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળી ડોલમાં મૂકી રાખ્યું હતું.અને સ્કૂલના પ્રિન્સિપલે આ અંગે પોલીસમાં જાણ કરતા અઠવા પોલીસે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારીના રહેવાસી અને મૂળ આંન્ધ્ર પ્રદેશના વતની 31 વર્ષીય પ્રવૃતિબેન સગરામપુરા ખાતે જૂની મહાવીર હોસ્પિટલમાં લક્ષ્મીપતિ નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપલ તરીકે નોકરી કરે છે અને જૂની મહાવીર હોસ્પિટલમાં બિલ્ડીગમાં નર્સિંગ સ્કૂલની હોસ્ટેલમાં સાતમા અને આઠમા માળે આશરે ૩૦ છોકરીઓ રહે છે.જેમાં ગઈકાલે સવારે હોસ્પિટલમાંની એક સ્ટુડન્ટ તેમની પાસે આવીને હિના (નામ બદલ્યુ છે) ત્રણેક મહીનાથી માસિક નહીં આવતા ખૂબ જ દુખાવો તથા બ્લિડિંગ થાય છે તેવું કહ્યું હતું. જેથી હીનાને ચેકઅપ માટે મહાવીર હોસ્પિટલમાંમાં લઇ ગયા હતા અને જ્યાં તપાસમાં તેણીના વર્જાઇના ટીયર ફાટી જતા સર્જરીની ફરજ પડી હતી. ત્યારબાદ રાત્રે દસ વાગ્યે પ્રિન્સિપલ રૂમમાં હતા ત્યારે એક નર્સિંગ સ્ટુડન્ટે આવીને મેડમ જલદી નીચે ચલો, બાથરૂમ મે હમકો કુછ મીલા હૈ તેવું કહ્યું હતું.

બાથરૂમમાં જઇને જોતાં થેલીમાં એક તાજુ જન્મેલુ આશરે આઠ માસનું મૃત નવજાત બાળક હતું અને પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે સવારે ક્રિષ્ણાને દુખાવો થતાં તે જે બાથરૂમમાં ગઈ હતી તે બાથરૂમની ડોલમાંથી જ આ નવજાત બાળક મળી આવ્યું છે. તેણીએ ગર્ભ પડાવવા માટેની ગોળી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરાતા અઠવા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. હાલ વિદ્યાર્થીની હોસ્પિટલમાં હોવાથી પોલીસને કોઈપણ નિવેદન આપવા ઇનકાર કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.