સુરતમાં પ્રેમપ્રકરણમાં વધુ એક યુવતીનો ભોગ લેવાયો છે. હજુ ગ્રીષ્માની હત્યાની સાહી સુકાઇ નથી, ત્યાં હવે વધુ એક યુવતીએ એક તરફી પ્રેમીથી કંટાળીને પોતાની જાત જલાવીને આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. પાસોદરા વિસ્તારમાં પરણીતાએ આગ ચાંપી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. એક તરફી પ્રેમમાં અંધ બનેલ યુવક પરણીતાને હેરાન પરેશાન કરતો હતો. સતત હેરાનગતિ કરતા પરિણીતાએ આત્મહત્યા કરી છે. વધુ એક ઘટના બનતા પોલીસ કામગીરી સામે ઊભા થયા પ્રશ્નાર્થ. અને સમગ્ર મામલે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારનાર પરિણીતાએ પોતાની આપવીતી જણાવી હતી.
બનાવ અંગે મળતી વિગતો એવી છે કે, સુધા રાદડિયા નામની પરણીતાને તેના જ ગામનો જયદીપ સરવૈયા ફોન કરીને પરેશાન કરતો હતો. તેમજ એક તરફી પ્રેમમાં તે એટલો પાગલ હતો કે, તેનો ફોન વ્યસ્ત આવે તો યુવતીને ધમકાવતો હતો. અને એટલું જ નહીં ગંદી ગાળો આપીને તેના માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપતો હતો. મૃતક પરણીતાના ભાઈ હાર્દિક નાકરાણીએ જણાવ્યું હતું કે, બીજા દિવસે ફોન ચેક કર્યો તો કોલ રેકોર્ડિંગ મળી આવ્યા. જેથી ધારાને પૂછ્યો તો બધી વિગતો જણાવી. મને આપણા ગામનો છોકરો જયદીપ સરવૈયા પરેશાન કરે છે. પરિવારને મારી નાંખવાની ધમકી આપે છે. જયદીપને વીડિયો કોલિંગ કરીને આ કામ કર્યું. બીજા જોડે વાત કરે તો તેનો પુરાવો આપવો પડે કોની સાથે વાત કરતી હતી. જયદીપને કારણે જ ડ્રેસ પર સ્પ્રે છાંટીને આગ લગાવી દીધી.
મૃતકના પતિ રોહિત ભાઈ રાદડિયા એ કહ્યું હતું કે, ઓફિસમાં ભાઈનો ફોન આવ્યો કે, હોસ્પિટલે આવી જા. પત્ની હોસ્પિટલમાં એડમિટ હતા. પાડોશી તેને લઈને આવ્યા હતા. મેં ફોન ચેક કર્યું તો ફોનમાં રેકોર્ડિંગ હતા. જયદીપ અપશબ્દો બોલતો હતો. મમ્મી-પપ્પાને મારી નાંખવાની ધમકી આપતો હતો. સરકાર જલદી કાર્યવાહી કરે અને તેને કડક સજા આપવામાં આવે. મારી પત્નીએ આ અંગે મને કોઈ વાત કરી નહોતી. તે ઘર ભાંગવાના ડરે કોઈ વાત નહોતી કરી. સામાજિક આગેવાને કહ્યું કે, બીજી કોઈ દીકરી સાથે આવું ન થાય તે માટે છોકરા સામે કડક પગલા લેવાવા જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.