સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ખાતે પતિ સાથે આડાસંબંધના વહેમમાં મહિલાએ જાહેરમાં યુવતીના વાળ કાપતા યુવતીએ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. મહિલાના વાળ કપાતા હોય એવો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.
સુરતની આ જીઆઇડીસી વિસ્તાર છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો પરપ્રાંતીય લોકો અહીં વસવાટ કરે છે. હાલ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક મહિલા સહિત કેટલાક લોકો એક મહિલાના કાતરથી કાપી રહ્યા હોય, અને મહિલાની સાથે ગેરવર્તન કરતી હોય એવું દેખાઈ રહ્યું હતું.જોકે આ વિડીયો પોલીસ પાસે પહોંચતા સમગ્ર હકીકત બહાર આવી ગઈ.
https://www.youtube.com/watch?v=_MtvKekS6PI
ઘટના એવી હતી કે મહિલાના પતિ સાથે આડા સંબંધ હોવાના વહેમ રાખીને આ આખી ઘટના બની હતી. તાતીથૈયા ના સોની પાર્ક વિસ્તારમાં પત્નીને શંકા હતી, કે વિસ્તારની અન્ય મહિલા સાથે તેના પતિના આડાસંબંધથી છે. જેથી આ મહિલાને વાળ પકડીને બજારમાં લઈ આવી હતી અને ત્યારબાદ તેને અન્ય લોકોના સહકારથી માર મારવામાં હતી, ત્યાર બાદ વાળ કાપી નાખ્યા હતા.
જોકે આ ઘટનાની જાણ થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને ફરિયાદ દાખલ થઇ હતી. અને ઘટનાને અંજામ આપનાર મહિલા સહિત અન્ય 13 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી હતી.
https://www.youtube.com/watch?v=fWo9ErQx2b0
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.