- સિંગણપોર વિસ્તારના કુમકુમ ફાર્મ હાઉસમાં એ.પી.સલયીયાનો વિદાય સમારંભ યોજાયો.
- જેના પર કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે એણે જ કાયદાનો ભંગ કર્યો.
સુરતના સિંગણપોર વિસ્તારના કુમકુમ ફાર્મ હાઉસમાં પોલીસ સ્ટાફ દ્વારા ઉજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. કોરોના સંક્રમણને પગલે હાલ સુરત સહિતના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. જો કે રાતના 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ લાગુ થઈ જતો હોવાછતાં પોલીસ કર્મચારીઓ દ્વારા કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલયીયાનો વિદાય સમારંભ યોજી કોરોનાની ગાઈડલાઈનના લીરે લીરા ઉડાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, પીઆઈની બદલી ઇકો સેલમાં કરવામાં આવતા સિંગણપોર સ્ટાફે વિદાય આપી છે.
પોલીસ જવાનો દ્વારા જ શહેરમાં રાત્રિ કર્ફ્યુના નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે છે. પરંતુ હાલ સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે પોલીસ કર્મચારીઓ જાણે કાયદાથી પર હોય તે રીતે નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. આમ જેના પર કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે એ જ કાયદાનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. એક પીઆઈ કક્ષાના અધિકારીને એટલું તો ભાન હોવું જોઈએ કે રાત્રિના સમય દરમિયાન કર્ફયૂ હોવા છતાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન ન કરી શકાય.
સામાન્ય માણસ બહાર નીકળે તો પોલીસ દંડ કરતી હોય છે હવે પોલીસને દંડ કોણ કરશે?
કર્ફ્યુનો સમય પૂર્ણ થઈ ગયા પછી સામાન્ય માણસ પોતાના કોઈ ઇમરજન્સી કામ માટે પણ બહાર નીકળે ત્યારે પોલીસ હજાર પ્રકારના પ્રશ્નો પૂછે છે અને તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરે છે. એવું લાગે કે માત્ર દંડ ઉઘરાવવા માટે જ તેમને ફરજ ઉપર ઊભા રાખવામાં આવે છે.
શું પીઆઈ સામે એક્શન લેવાશે?
- શું પીઆઈ સામે એક્શન લેવાશે?
- સમારોહમાં હાજર રહેલા અન્ય પોલીસ સામે પોલીસ કમિશનર શુ એક્શન લેશે?
- કુમકુમ ફાર્મ હાઉસના માલિક સામે ગુનો દાખલ થશે કે કેમ?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.