સુરતમાં પાસોદરાની પરિણીતા આ રીતે છેતરાઈ પરિણીતાના મોબાઈલમાં એક મેસેજ આવ્યો હતો અને……

સુરત: પાસોદરા ખાતે રહેતી પરિણીતાને ઓનલાઈન સાઈટ ઉપર પાર્ટ ટાઈમ જોબના બહાને ભેજાબાજે 2.09 લાખનો ચૂનો ચોપડ્યો હતો. આ ઠગ સામે સરથાણા પોલીસે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાસોદરા ખાતે શ્વેતા પાર્ક સોસાયટીમાં રહેતા 26 વર્ષીય ભુમિકાબેન અમિતભાઈ ત્રાપસિયા પીનટકો ટેક્નોલોજીમાં સોફ્ટવેર ડેવલોપરની નોકરી કરે છે. ગત 24 તારીખે ભુમિકાબેનના મોબાઈલ ઉપર એક મેસેજ આવ્યો હતો.

મેસેજ કરી લીંક મોકલી અને એમોઝોન, ફ્લિપકાર્ડ જેવી વેબસાઈટમાં પરચેસ ઓર્ડર લઈ તે કેન્સલ કરવાનો ટાસ્ક કરવાની પાર્ટ ટાઈમ જોબ હોવાનું લખ્યું હતું. પાર્ટ ટાઈમ જોબના બહાને વિશ્વાસમાં આવી ભુમિકાબેન પાસેથી ગઠિયાએ ટુકડે ટુકડે અલગ અલગ ચાર્જીસના બહાને 2.09 લાખ રૂપિયા વેબસાઈટના પેમેન્ટ ગેટવેથી ટ્રાન્સફર કર્યા હતાં.

ત્યારબાદ પૈસા પરત આપ્યા નહોતા તથા નોકરી બાબતે પણ કોઈ માહિતી નહીં આપતા ભુમિકાબેન તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજી ગયા હતા. તેમને સરથાણા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.