સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી એક યુવતીની છેડતી BRTS બસના ડ્રાઇવર કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. યુવતી જ્યારે કોલેજ જઈ રહી હતી ત્યારે BRTS બસના ડ્રાઇવર દ્વારા યુવતીનું માથું પકડીને આજે તારું મોઢું જોવું છે તેમ કહીને ઓઢણી ખેંચી તેની સાથે છેડતી કરી હતી. તેથી યુવતીએ આ સમગ્ર મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં BRTS બસના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને સમગ્ર મામલે ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં તેના પરિવારની સાથે રહેતી યુવતી સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી કોલેજમાં અભ્યાસ કરવા માટે જતી હતી. સવારના 7 વાગ્યે તે પોતાની બહેનપણી સાથે કતારગામના BRTS બસ સ્ટેન્ડ પરથી એક BRTS બસમાં બેઠી હતી અને આ બસ રૂટ નંબર 2ની બસ હતી.
એક વિદ્યાર્થિનીએ તેના મોઢા પર ઓઢણી બાંધી હતી અને ડ્રાઇવર રોજબરોજ આ યુવતી પર નજર રાખતો હતો. છેલ્લા કેટલાક સમયથી બસનો ડ્રાઈવર યુવતી પર ખરાબ નજરે જોતો હતો પરંતુ યુવતી કઈ બોલતી નહોતી પરંતુ બે દિવસ પહેલાં જ્યારે યુવતી બસમાં બેસીને કોલેજ જઈ રહી હતી ત્યારે અડાજણ બસ ડેપો પાસે બસ સ્ટેશન નજીક બસના ડ્રાઈવરે બસ ઊભી રાખી દીધી હતી અને ત્યારબાદ તે આ યુવતી પાસે ગયો હતો.
આ ઘટના બની હતી ત્યારે બસમાંથી પેસેન્જર ઉતરી ગયા હતા અને બસમાં માત્ર યુવતી અને તેની સાથે મુસાફરી કરી રહેલી અન્ય બે મિત્ર હતી. બસનો ડ્રાઈવર યુવતીની પાસે ગયો અને ત્યારબાદ યુવતીના પીઠ પર થપ્પો મારીને કહ્યું કે, તારું મોઢું બતાવ, મારે તારું મોઢું જોવું છે. આ યુવતીએ કોઈ જવાબ ન આપતા બસના ડ્રાઈવર દ્વારા યુવતીનું માથું પકડીને યુવતીએ જે ઓઢણી મોઢા પર બાંધી હતી તે ઓઢણી ખેંચી હતી. આ ઘટના બાદ બસનો ડ્રાઈવર બસમાંથી નીચે ઉતરીને ભાગી ગયો હતો. તો બીજી તરફ આ પ્રકારે બસ ડ્રાઈવરે છેડતી કરી હોવા મામલે યુવતીએ આ સમગ્ર મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કતારગામ પોલીસે યુવતીની ફરિયાદના આધારે બસના ડ્રાઈવરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, યુવતીની છેડતી કરનાર BRTS બસના ડ્રાઇવરનું નામ કરણ કાત્રોડિયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.