સુરતમાં નશાકારક પીણું પીને બીઆરટીએસ બસના ચાલકે પોલીસ કર્મીઓને લીધા અડફેટમાં

સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનની સામે જ બીઆરટીએસ બસના ચાલકે પોલીસ મથકના બે કર્મીઓને ઓવરટેક કરવા જતા અકસ્માત થયો હતો. બસના ચાલકે કેફી પીણું પીને ગાડી હંકારી હોવાની વાત પણ બહાર આવી હતી.અને પોલીસે આ ચાલકની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. રામપુરા પોલીસ લાઇનમાં રહેતા રાજદીપસિંહ દિલીપસિંહ દાયમા કોપી રાઇટર તરીકે નોકરી કરે છે. તેઓ અન્ય હેડ કોન્સ્ટેબલ વિજય રાણાભાઇ ભરવાડની સાથે હીરાબજારમાં તપાસના કામે બુલેટ લઇને જઇ રહ્યા હતા.

ત્યારે પોલીસ મથકની સામે જ બીઆરટીએસ બસના ચાલકે ફુલ સ્પીડમાં ગાડી હંકારીને બુલેટને ઓવરટેક કરવા માટે ગયા હતા અને અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં વિજયભાઇ નીચે પડી ગયા હતા અને તેઓને ખભાના ભાગે ઇજા થઇ હતી. અકસ્માત થતા જ લોકો ભેગા થઇ ગયા હતા અને બસમાંથી ચાલકને નીચે ઉતાર્યો હતો.અને પોલીસે તેની પાસેથી દારૂ જેવું કેફી પીણું પીધુ હોવાની દુર્ગંધ આવતી હતી. પોલીસે તેનું નામ પુછતા પૂણાગામ કિરણચોકમાં રહેતા નામદેવ યુવરાજ પાટીલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.