સુરતમાં પાલ RTO નજીક બાઈક પર પસાર થતા બે પિતરાઈ ભાઈને કારચાલકે અડફેટે લેતાં પાલિકા અધિકારીના એકના એક પુત્રનું મોત નીપજ્યું હતું અને જ્યારે પિતરાઈ ભાઈ ઘવાતાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે.અને યુવક હવામાં ફગોળાઈને જમીન પર પટકાયા બાદ મોત નીપજવાના પ્રકરણમાં સીસીટીવી સામે આવ્યા છે. એટલું જ નહીં, પણ ઘટનાના 60 કલાક બાદ પણ પોલીસ કારચાલકને પકડી શકી નથી. મંગળવારની રાત્રે બનેલી આ ઘટનામાં જરીવાળા પરિવારનો એકનો એક પુત્ર કાળનો કોળિયો બન્યો હતો.
શોકમાં ગરકાવ પિતાએ જણાવ્યું હતું કે CCTVમાં કારનો કલર અને સંજીવકુમાર ઓડિટોરિયમ તરફ જતી કાર દેખાય છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.