પીપલોદ સ્થળે આવેલી રેડિએન્ટ ઇંગ્લિશ એકેડમી સ્કૂલમાં તસ્કરોએ આવી 16 લાખ ભરેલી આખી તિજોરી ઉપાડીને ચાલ્યા ગયા હતાં. આ ઉપરાંત એકાઉન્ટ ઓફિસના ડ્રોઅરના તમામ લોક તોડી નાંખ્યા હતાં. આ બાબતે ઉમરા પોલીસમાં ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
21 વર્ષથી સ્કૂલમાં કામ કરતા સુનિલભાઇ કિરણભાઇ પટેલએ પોલીસ સ્ટેશનમાં પીપલોદ ખાતે આવેલી રેડિયન્ટ શાળામાં ચોરી થવાનો ગુનો દાખલ કર્યો હતો. તેમણે તેમની ફરિયાદમાં કહ્યું હતું કે, 10 જૂનથી 11 જૂન દરમિયાન રેડિએન્ટ ઇંગ્લિશ એકેડમી સ્કૂલની એકાઉન્ટ ઓફિસની બારીની ગ્રીલ તોડીને ચોરોએ તિજોરીમાં ફીના રાખેલા 16 લાખની ચોરી કરી હતી. એકાઉન્ટ ઓફિસમાં રાખેલી તિજોરીની ચાવી સિક્યુરિટી પાસે તથા એકાઉન્ટન્ટ સુનિલ પાસે રહેતી હતી. તેથી ચોરોથી તિજોરી નહીં તૂટતા તેઓ આખી તિજોરી જ ઉપાડીને લઇ ગયા હતા. શનિવારથી રવિવારના સવારે દસ વાગ્યાની વચ્ચે આ ચોરી થઈ છે. ઉમરા પોલીસે સીસીટીવી કેમેરાના ફોટો કબ્જે લીધા હોવાની વિગત જાણવા મળી છે.આ ગાળામાં ચોરીમાં કોઇ જાણભેદુ હોવાની શંકા પોલીસ દ્વારા કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.