સુરેન્દ્રનગરના મૂડી ખાતે એક પરિણીતાએ તેના પ્રેમી સાથે રેલવે ટ્રેક પર બાળકને મૂકીને આપઘાત કર્યો હતો. પરિણીતાએ પ્રેમી સાથે માલગાડીની સામે પડતું મૂકી આપઘાત કર્યો હોવાની ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.અને પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
મળતા રિપોર્ટ અનુસાર સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં શેખપર ગામ આવેલું છે અને શેખર ગામમાં 30 વર્ષીય શંકર તેના પરિવારની સાથે રહે છે. શંકર તેની પત્ની હેતલ સાથે વાડીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શંકરને સંતાનમાં 4 વર્ષનો દીકરો છે શંકરની પત્ની હેતલને થોડા દિવસ પહેલા તેના મામાજીના દિકરા મુકેશની સાથે આંખ મળી ગઈ હતી અને દિયર સાથે ભાભીને પ્રેમ થયો હતો.
હેતલ અને મુકેશ બંનેના લગ્ન થઈ શકે તેમ ન હતા. કારણ કે, હેતલ પરિણીત હતી અને તેને સંતાનમાં એક દીકરો હતો. તેથી હેતલ અને મુકેશે આપઘાત કરવાનો નિર્ણય કર્યો અને રવિવારે રાત્રે તેઓ ચાર વર્ષના બાળકને લઈને હેતલ અને મુકેશ નીકળી ગયા હતા. હેતલ અને મુકેશ 4 વર્ષના બાળકની સાથે દાણાવાડા ગામ નજીક આવેલા રેલવે ટ્રેક પાસે પહોંચ્યા હતા.
જ્યાં તેમને બાળકને રેલવે ટ્રેકની બાજુમાં મૂકી દીધું હતું અને બાળકના હાથમાં પારલેજી બિસ્કિટ અને એક મોબાઈલ આપી દીધો હતો અને ત્યારબાદ હેતલ અને મુકેશ બંને એક માલગાડી સામે પડતું મૂકીને આપઘાત કર્યો હતો.
આ ઘટનાની જાણ 108ના EMT અને પાયલોટને થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. બાળકને તેમણે પોતાના કબજામાં લીધો હતો. તો બીજી તરફ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળની પ્રાથમિક તપાસ બાદ હેતલ અને મુકેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે લગ્નબાદ પરિણીતા કે પછી પુરુષના આડા સંબંધોનું પરિણામ હંમેશા કરૂણ જ આવે છે.અને ત્યારે આ કિસ્સામાં પણ લગ્નોત્તર સંબંધમાં પરિણીતાએ તેના પ્રેમી સાથે આપઘાત કરી લેતા દીકરાએ માતા અને પતિએ પત્ની ગુમાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.