સુરેન્દ્રનગરમાં રહેતી પરિણીતા પર પોલીસ કેસ પાછો ખેંચી લેવા બાબતે કૌટુંબીક જેઠે અસ્ત્રા જેવા ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો.અને જેમાં પરિણીતાને સારવાર માટે દવાખાને લઈ જવાઈ હતી. તથા બનાવની એ ડીવીઝન પોલીસ મથકે પરિણીતાએ કૌટુંબીક જેઠ સામે ફરીયાદ નોંધાવી છે.
મૂળ વડોદરાના ગૌતમભાઈ સારાનગરમાં રહેતા સહેનાઝબેન મુખ્તારભાઈ કાઝી હાલ સુરેન્દ્રનગરની સીધ્ધનાથ સોસાયટીમાં રહે છે.અને આઠેક વર્ષ પહેલા તેમના લગ્ન પાટણ જિલ્લાના સમીના મુખ્તાર ઉમરભાઈ કાઝી સાથે થયા હતા. તથા ત્રણેક વર્ષ પહેલા સહેનાઝબેને તેમના સસરા ઉમરભાઈ, પતિ મુખ્તારભાઈ અને કૌટુંબીક જેઠ ઉસ્માન હારૂનભાઈ હલીમ સામે પોલીસ ફરીયાદ કરી હતી.
તા.21ના રોજ સવારે સહેનાઝબેન તેમના ઘરે હતા. ત્યારે તેમના કૌટુંબીક જેઠ ઉસ્માનભાઈ હલીમ તેમના ફળીયામાં ઉભા હતા. અને તમે કેમ આવ્યા છો તેમ પુછતા ઉસ્માનભાઈએ કહ્યુ કે, તે અમારી સામે કરેલ કેસ પાછો ખેંચી લે, સમાધાન કરી લે, નહીતર પરીણામ સારુ નહી આવે. આથી સહેનાઝબેને સમાધાન તો નહી થાય તેમ કહેતા જ ઉસ્માનભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ધોલધપાટ કરી નેફામાંથી અસ્ત્રા જેવુ ધારદાર હથિયાર કાઢી સહેનાઝબેન ઉપર હુમલો કર્યો હતો. જેમાં સહેનાઝબેનને ઈજા થતા સારવાર માટે શહેરની ગાંધી હોસ્પિટલ લઈ જવાયા હતા.અને બનાવની એ ડીવીઝન પોલીસ મથકે સમીના ઉસ્માન હારૂનભાઈ હલીમ સામે ફરીયાદ નોંધાતા વધુ તપાસ ક્રિપાલસિંહ પરમાર ચલાવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.