સ્વચ્છતાનાં મામલે ગુજરાતનું આ શહેર દેશમાં બીજા નંબરે , ઈન્દોર સતત પાંચમીવાર અવ્વલ

‘ સ્વચ્છ સર્વેક્ષણ – ૨૦૨૧’ (CLEAN SURVEY 2021) નાં વિજેતાઓની (WINNERS) જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશનું (MADHYA PRADESH) ઈન્દોર (INDORE) શહેર સતત પાંચમી વખત પ્રથમ ક્રમે (FIRST PLACE) આવ્યું છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (RAMNATH KOVINDE) આજે વિજેતાઓને સન્માનિત કર્યા હતા.

સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ -૨૦૨૧માં સુરત બીજા નંબરે અને વિજવાડા ત્રીજા નંબરે રહ્યું હતું. સ્વચ્છ ભારત મિશન – અર્બન ૨.૦ હેઠળ ભારતને કચરો મુકત બનાવવાનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વિઝનની હરોળમાં , આ સમારોહમાં કચરા મુકત શહેરની શ્રેણી હેઠળ પ્રમાણિત શહેરોનું સમ્માન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧ અંગે મંત્રાલયે કહ્યું હતું કે જમીની સ્તરે રાજયો અને શહેરોનાં પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો થયો છે. ઉદાહરણ તરીકે , છ રાજયોમાં અને છ કેન્દ્રશાસિત પ્રદેશોએ પાયાનાં સ્તરે તેમની કામગીરીમાં પાંચથી ૨૫ ટકાનો સુધારો કર્યો છે , એમ તેમાં જણાવાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.