ભાવનગર જિલ્લામાં લોક રક્ષક દળની (LRD) ભરતી માટે વર્ષ 2019માં જ્યારે ઉમેદવારોની ઊંચાઈ માપવામાં આવી, ત્યારે તેઓની ઊંચાઈ યોગ્ય હતી. જો કે, વર્ષ 2021માં ઓક્ટોબર માસમાં LRDની ભરતીમાં ફિઝિકલ પરીક્ષા માટે ઓક્ટોબર-2021માં આ ઉમેદવારોની ઉંચાઈ માપવામાં આવી તો તેમની ઊંચાઈ ઓછી જણાઈ હતી.
આથી એલઆરડી અને પીએસઆઈની જગ્યા માટે ફિઝીકલ પરીક્ષામાં ગેરલાયક ઠરેલા આ ઉમેદવારોએ બોર્ડના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી છે અને સુનાવણી બાદ, હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે કે, 11 અરજદારોમાંથી 10 અરજદારોની ઊંચાઈ ફરીથી સોલા સિવિલમાં માપવામાં આવે. હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે, જો ધારાધોરણો મુજબ અરજદારોની ઊંચાઈ હશે તો તેમને લેખિત પરીક્ષા આપવા દો.
હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, વર્ષ 2019માં ભરતી સમયે તેમની ઊંચાઈ યોગ્ય હતી અને ફિઝિકલ પરીક્ષામાં પાસ કરાયેલા. જ્યારે આશ્ચર્યજનક રીતે વર્ષ 2021ની ફિઝિકલ પરીક્ષામાં તેમની ઊંચાઈ ઓછી છે તેવુ કહીને ગેરલાયક ઠેરવાયા છે. વર્ષ 2019માં જે ઉમેદવારો ફિઝિકલ પરીક્ષામાં ગેરલાયક ઠેરવાયેલા તેમની અરજી જે તે સમયે હાઈકોર્ટે માન્ય રાખી હતી.
હાલ આ અરજદારો નોકરી પણ કરે છે અને જે આધારે તેમની અરજી પણ માન્ય રાખો અને જો ફિઝીકલ પરીક્ષામાં પાસ થઈએ તો લેખિત પરીક્ષામાં બેસવા માટે મંજૂરી આપો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.