બંગાળની ચૂંટણી બાદ થયેલી હિંસાના મામલામાં CBI એ કરી 11 આરોપીની ધરપકડ..

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ થયેલી હિંસામાં મામલામાં સીબીઆઈ એ ૧૧ આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ ૨ અલગ – અલગ મામલામાં થઈ છે. ધરપકડ કરાયેલાં ૧૧ આરોપીઓમાંથી ૪ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તા છે.

પ્રથમ મામલો પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં તૂફાનગંજ પોલીસ સ્ટેશનનો છે. નોંધાયેલી એફઆઈઆર પ્રમાણે સહીનુર અહમદ અને તેના પાડોશી પ્રસનજીત સાહા ટીએમસીના કાર્યકર્તા હતા. ૨ મે એ પરિણામ જાહેર થયાના બે દિવસ બાદ એટલે કે ૪ મેની રાત્રે ૧૬ નામદાર આરોપી ભાજપનાં કાર્યકર્તા રામ પાલના ધરે ભેગા થયા હતાં.

બીજો મામલો કૂચ બિહારના દિનહાટા વિસ્તારનો છે. નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ૩ મેએ હદઁન રાયને અજુઁન મુંડા નામનો આરોપી પોતાની સાથે લઈ ગયો અને બાદમાં તેની લાશ રાજા ધોડા નદીની પાસેથી મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.